રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કપાસનાં પાકમાં ગુલાબી ઈયાળોનો ઉપદ્રવ આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા આખાં વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડ્યા કમોસમી વરસાદ અને વાવાઝોડું ની અસર ને લઈને ભારે નુકશાન થવા પામ્યુ હતું ત્યારે કપાસ નો પાક જે હજુ ઉભો હતો એ પણ ખેડૂતો માટે માથાં નાં દુખાવો સમાન સાબિત થઈ રહયો છે ગુલાબી ઈયાળો નો ઉપદ્રવ આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે ત્યારે ધોરાજી નાં જામકંડોરણા રોડ પર આવેલાં ખેતરોમાં પણ કપાસ નાં પાક માં ગુલાબી ઈયાળો આવી જતાં સારાં પાક પણ નિષ્ફળ જાય એમ છે રાજ્ય સરકારે ખેડૂતો ને સહાય ચૂકવવા માટે જે રાહત પેકેજ જાહેર કર્યુ છે તે હજું સુધી ખેડૂતો ને મળ્યુ નથી અને જે ખેડૂતો એ પાક વિમા નું પ્રીમીયમ ભર્યુ છે તે પણ ખેડૂતો ને પાક વિમો મળ્યો નથી જે ખેડૂતો ને વિમો ચુકવવા માં આવ્યો છે એ પણ મજાક સમાન છે ત્યારે ધોરાજી નાં જામકંડોરણા રોડ પર આવેલ ખેડૂતો દ્વારા સરકાર ને ધંઢરવા માટે નવતર પ્રયોગ કર્યો હતો અને જેમાં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી અને ભારત નાં વડાપ્રધાન ને પત્રો માં ગુલાબી ઈયાળો અને બગડેલા જીંડવા ઓને કવર માં પેક કરી ને મોકલાવેલ છે અને ખેડૂતો ની વ્યથા અને વેદના સરકાર સુધી પહોંચે એ માટે અને પાક વિમા ની રકમ માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.