દેશ-વિદેશથી સંતો પધારી પ્રવચનો આપશે
ધોરાજી વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ધોરાજીના આંગણે તીર્થસમાન મંદિરની ભેટ આપી છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તથા દિવ્ય પ્રેરણાથી ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ જુનાગઢના વરિષ્ઠ સંતોના સાનિઘ્યમાં યોજાશે. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વિદ્ધાન સંતો જેઓ દેશ-વિદેશમાં અનેક શિબિરો, સેમીનારો, પ્રવચનો દ્વારા અસ્મિતા જગાવે છે. તેઓ પ્રવચનો આપશે.
આ તકે પૂજય જ્ઞાનવત્સલસ્વામી જેઓ દૈનિક જીવનમાં તણાવ વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં સહપરીવાર લોકો પધારશે. આ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૧૮ને રવિવારે યોજાશે. પાટોત્સવ મહાપુજાવિધિ સવારે ૮ થી ૯ કલાક અને ભવ્ય અન્નકુટ દર્શન બપોરે ૧૧ થી સાંજે ૭ સુધી અને પાટોત્સવ સત્સંગસભા સાંજે ૫ થી ૭ સુધી યોજાશે. આ કાર્યક્રમ ધોરાજીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ રોડ રેલવે ફાટક પાસે પ્રમુખસ્વામી માર્ગ ધોરાજી ખાતે રાખેલ છે. આ અંગે સાધુ કલ્યાણમૂર્તિદાસ તથા સાધુ પ્રસન્નવદનદાસ તથા ધોરાજી સત્સંગ મંડળ દ્વારા જણાવેલ છે.