અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે આજે વહેલી સવારે માંગરોળની ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. આ ઉપરાંત કચ્છમાં પણ નાના-મોટા આંચકા જોવા મળ્યા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે મોડી રાતે 1:49 કલાકે કચ્છના ભચાઉથી 17 કિમિ દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ વહેલી સવારે 4 કલાકે ભચાઉથી 21 કિમિ દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. આજે સવારે 5:50 કલાકે સૌરાષ્ટ્રના માંગરોળથી 23 કિમિ દૂર 2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.