ભૂતતત…..અમુક લોકો તો આ શબ્દ સાંભળીને ડરી જતા હોય છે.આપણે બાળપણમાં આપણા વડીલો પાસે ભૂતની અવનવી વાર્તાઓ સાંભળી હોય છે.પણ ત્યારે આ બધું કાલ્પનિક હશે એમ કરીને ભૂલી જતા.. પરંતુ ૨૧ મી સદીના યુવાનો ભૂત પિચાસમાં માને છે..? હા અને ના…હા એટલા માટે કેમ કે અમુક લોકોને મનમાં જ પહેલેથી જ ભૂત નામના શબ્દથી દર લાગતો હોય છે.ના એટલા માટે કે અમુક યુવાનો પ્રયોગો કરવામાં વધુ માનતા હોય છે.જ્યાં સુધી એ વસ્તુનો અનુભવ ન થાય ત્યાં સુધી તે હકીકતને સ્વીકારતા નથી.

ભારતમાં ઘણા એવા સ્થળો છે જ્યાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે ચેતવણી ભર્યું બોર્ડ મુકેલ હોય છે.વૈજ્ઞાનિકોએ ત્યાં જઈ સંશોધનો કર્યા હોય છે.પછી જ આવી જગ્યાઓ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધ મુકાયો હોય છે.તો જાણીએ રાજસ્થાનના ભાણગઢ કિલ્લા વિષે..જે એક ભૂતિયો કિલ્લો છે.અને આ ભૂતિયા કિલ્લામાં સૂર્યોદય પહેલા અને સુર્યાસ્ત પછી પ્રવેશ નિષેધ છે.

ભાણગઢ જિલ્લો જયપુરથી 118 કિલોમીટર દૂર છે. તેની આજુબાજુ રહસ્ય જ રહસ્ય છે. લોકો તેમાં એટલા મગ્ન થઈ જાય છે કે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે ઇતિહાસ શરૂ ક્યાંથી થાય અને પૂરો ક્યાં કરવો.? કેટલીય વેબસાઇટ અને બ્લૉગ આ જગ્યાને ‘મોસ્ટ હૉન્ટેડ’ ગણાવે છે.

ભાણગઢથી પણ ખતરનાક છે ભારતનો આ કિલ્લો, આખે આખી જાન થઈ ચૂકી છે ગાયબ - GSTV

રાજસ્થાન પોતાની ઐતિહાસિક ધરોહર માટે ઓળખાય છે. રાજસ્થાનમાં ઘણા કિલ્લા આજે પણ સારી સ્થિતિમાં છે, પણ ભાણગઢના કિલ્લાને દેશનો ‘ભૂતિયો કિલ્લો’ કહેવામાં આવે છે.એવી પણ માન્યતા છે કે, આ કિલ્લામાં ઘણાં વર્ષોથી ભૂતોનો વાસ રહેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે જે પણ આ કિલ્લામાં જાય તેમનું મૃત્યુ થઈ જાય છે અથવા તો એ ગાયબ થઈ જાય છે.

‘ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ’એ ત્યાં બોર્ડ લગાવ્યું છે… “ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કિલ્લામાં પ્રવેશ વર્જિત છે.”

ભાણગઢના કિલ્લાને લાગેલો શ્રાપ

ભાણગઢના કિલ્લામાં યુવાન રાજકુમારી રત્નાવતી રહેતી હતી.રૂપરૂપનાં અંબાર સમી રત્નાવતી ખૂબ જ ચતુર અને આકર્ષક યુવતી હતી. રાજકુમારી રત્નાવતી પાક કળા, તલવારબાજી, નૃત્યકલા, ઘોડેસવારી જેવી અનેક કળાઓમાં નિષ્ણાંત હતી.તેના રૂપ સામે કોઈ પણ પુરુષ પોતાનું મન હારી જતો.તેને પામવા આસપાસના રાજ્યના રાજાઓ પ્રયત્નો કરતા. કિશોરાવસ્થામાં પ્રવેશતા જ રત્નાવતીને લગ્ન માટે આસપાસનાં રાજ્યોનાં રાજકુમારોના માગા આવવાના શરુ થઈ ચૂક્યા હતા.

એક વ્યક્તિના કાળા જાદુને કારણે આ જગ્યા બની શ્રાપિત

પરંતુ ભાણગઢમાં એક સમયે કાળી વિદ્યા જાણતો તાંત્રિક આવ્યો.સિંધીયા ના

 

મના તાંત્રિકને રત્નાવતી સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો.તેની નજર રાજકુમારી રત્નાવતી પડી અને તેને પામવા ઘેલો બની ગયો.તેને પામવા કંઈપણ કરી છૂટવા તૈયાર હતો. વર્ષો સુધી ગૂઢ શક્તિઓ અને તંત્ર વિધાનો અભ્યાસ કરીને તેણે કેટલીક અમોધ શક્તિઓ મેળવી હતી.તે જાણતો હતો કે રાજકુમારી સરળતાથી મળી શકે એમ નથી.આથી તેને તેની તાંત્રિક વિદ્યાનો ઉપયોગ કર્યો.

 

Screenshot 3 28

 

રત્નાવતીની દાસી તેના માટે બજારમાંથી સુગંધી તેલ ખરીદી રહી હતી ત્યારે સિંધીયાએ ચુપકીદીથી એ તેલ પર પોતાની મેલી વિદ્યા અજમાવી દીધી. એ મંત્રેલા તેલનો સ્પર્શ થતાં જ રત્નાવતી તેના વશમાં થઈ જાય એમ હતું. પણ સિંધીયાની ગણતરી ખોટી પડી કેમ કે રત્નાવતીએ સિંઘીયાને મેલી વિદ્યા અજમાવતા જોઇ લીધો હતો. તેણે તેલની શીશી ત્યાં જ ઢોળી દીધી. તેલ જમીન પર પડતા જ એક મોટા પથ્થરના રૂપમાં ફેરવાઈ ગયું

આ સામાન્ય તેલની શીશીમાં છે અદ્દભુત તાકાત, તમારી સ્કીન અને શરીરની અનેક સમસ્યાઓને કરી દેશે દુર... - Gujaratidayro

 

પણ એક કહેવત છે ને કે બીજા માટે ખોદેલા ખાડામાં ખુદ આપણે જ ફસાઈ જઈ છીએ.સિંધિયા તાંત્રિક સાથે કઈંક આવું જ થયું.તેને તેલ પણ કરેલા જાદુની જાણ દાસીને થઇ જતા દાસીએ એ તેલ ઢોળી નાકાહ્યું.તેલ જમીન પર પડતા મોટો પથ્થર બની ગયો અને એ પથ્થર હવામાં ઊડ્યો અને જઈને સીધો થોડે દૂર છુપાઈને બેઠેલા સિંધીયા પર જ પડ્યો અને તે પથ્થર માથે પડતા સિંધિયા તાંત્રિક ત્યાં જ મૃત્યુ પામ્યો.

The curse of a Tantrik - Hindustan Times

 

પરંતુ મરતા પહેલા તેણે ગુસ્સામાં આવી શ્રાપ આપ્યો કે ભાણગઢનાં તમામ રહેવાસી અકાળ અવસાન પામશે. સીંધિયાના શ્રાપને કહેર બનીને ભાણગઢવાસીઓ પર વરસવામાં વાર ન લાગી બીજે જ વર્ષે ભાણગઢનું તેના પડોશી રાજ્ય સાથે યુધ્ધ થયું અને રાજકુમારી રત્નાવતી સહીત અનેક પ્રજાજનો તે યુધ્ધમાં માર્યા ગયા. તે પછી પણ ભાણગઢમાં અકાળ મૃત્યુ. અકસ્માત અને રોગચાળા જેવી ઘટનાઓએ અનેક લોકોનો ભોગ લીધો ત્યારથી લઇને અત્યાર સુધી ભાણગઢમાં એ તાંત્રિકના શ્રાપને લીધે રહસ્યમય દુર્ઘટનાઓ બન્યા જ કરે છે એવું સ્થાનિક લોકોનું માનવું છે.

હાલ આ ભાણગઢના ભૂતિયા કિલ્લાની બહાર ‘ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ’એ ત્યાં બોર્ડ લગાવ્યું છે… “ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કિલ્લામાં પ્રવેશ વર્જિત છે.”  એવું મનાઈ છે કે આ ભૂતિયા કિલ્લામાં જનારા લોકો કદી પાછા આવતા નથી.

 

Screenshot 1 49

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.