“અબતક’ સતત પ્રગતિના પંથે આગળ વધતુ રહે તેવા શૂભ આશિર્વચન પાઠવ્યા: માંગલિક ફરમાવ્યુ
“અબતક” કાર્યપ્રણાલી અને પારિવારિક આત્મીયતા નિહાળી રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબે રાજીપો વ્યકત કર્યો
મીડિયામાં પોઝિટિવિટી છે તે ખૂબજ સારી વાત છે આ જાળવી રાખવાનું સોનેરી સૂચન પણ આપ્યું
રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબ “અબતક” આંગણે 20 મિનિટથી પણ વધુ સમય વિતાવતા સમગ્ર વાતાવરણ ભકિતમય બન્યું; સ્ટાફ પરિવાર પણ ભાવ વિભોર
“અબતક” આંગણે આજે સોનાનો સુરજ ઉગ્યો હતો. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમૂની મહારાજ સાહેબે આજે ‘અબતક’ના આંગણે પાવનકારી પધરામણી કરી હતી. એક મીડિયા તરીકે ‘અબતક’ની પોઝિટિવીટીની પૂ. ગૂરૂદેવે ભરપુર પ્રસંશા કરી હતી. “અબતક” સતત પ્રગતીના પંથે આગળ વધતુ રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા અને પવિત્ર માંગલીક પણ ફરમાવ્યું હતુ. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબે તાજેતરમાં રાજકોટ ખાતે આંખના વિખ્યાત ડો. અમિનેષભાઈ ધ્રુવ પાસે આંખનું ઓપરેશન કરાવ્યું હતુ. જે સફળ રહ્યા બાદ આજે સવારે તેઓ નિયમિત ચેકિંગ માટે ડો. અમિનેષભાઈ ધ્રુવને ત્યાં આવ્યા હતા. આંખનું ચેકિંગ કરાવ્યા બાદ પૂ.નમ્રમૂની મહારાજ સાહેબે “અબતક” આંગણે પાવનકારી પધરામણી કરી હતી. “અબતક” મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાએ પરમ ગૂરૂદેવને ભકિતભાવ સાથે સહર્ષ આવકાર્યા હતા. રાષ્ટ્રસંત પૂ.નમ્રમૂની મહારાજ સાહેબ “અબતક” કાર્ય પ્રણાલી અને પારિવારિક આત્મીયતાની ખૂબજ સરાહના કરી હતી.
છેલ્લા એક દશકાથી પણ વધુ સમયથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની જનતાની ધડકન બની ચૂકેલા “અબતક” સાંધ્ય દૈનિક, અબતક ચેનલ, અબતક, ડિજિટલ હવે પોતાના વિકાસની પાંખો ફેલાવી આગામી દિવસો અમદાવાદ, સહિતના અન્ય શહેરમાં પણ ઓફિસ શરૂ કરવા જઈ રહ્યું છે. તે વાત જાણી પૂ. નમ્રમૂની મહારાજ સાહેબે પ્રશંસા વ્યકત કરી હતી. અને “અબતક” સતત વિકાસ પંથે આગળ વધતુ રહે તેવા શુભાષિશ પાઠવ્યા હતા.
“અબતક” મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતાએ જયારે પૂ. નમ્રમૂની મહારાજ સાહેબ સમક્ષ એ વાતનો ઉલ્લેખ કર્યો કે “અબતક” સૌને સાથે રાખીને ચાલવાની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. અહી સ્ટાફને સમયસર અને પોષ્ટીક આહાર મળી રહે તે માટે કિચન પણ ચાલી રહ્યું છે જેમાં એક પણ રૂપીયાનો ચાર્જ લીધા વિના ઘર જેવું સ્વાદીષ્ટ રસોઈ પીરસવામાં આવે છે. આ વાત જાણી પૂ. ગુરૂદેવ ખૂબજ ખુશ થયા હતા અને આ પ્રણાલી ચાલુ રાખવાનું સોનેરી સુચન આપ્યું હતુ.
આજે જયારે મીડિયા જગતમાં યલ્લો જર્નાલીઝમે માઝા મૂકી છે ત્યારે “અબતક” માત્રને માત્ર પોઝિટિવિટી સાથે છેલ્લા એક દશકાથી પણ વધુ સમયથી વાંચકોને મનભાવન વાંચનનો રસથાળ પિરસી રહ્યું છે. સારૂ કામ કરનારની યથાયોગ્ય કદર કરવામાં આવે છે. અને કામ ન કરનાર તંત્રની ઝાટકણી પણ કાઢી નાખવામાં આવે છે. તેવી એક ચોથી જાગીર તરીકે અમારી ભૂમીકા અમો નિભાવીએ છીએ આ વાત જાણી રાષ્ટ્રસંત પરમ ગૂરૂદેવ શ્રી નમ્રમૂની મહારાજે અહોભાવ વ્યકત કર્યો હતો. અને આવી જ કાર્યશૈલી સાથે સતત વિકાસ સાધતા રહો તેવા આશિર્વાદ પણ પાઠવ્યા હતા.
પૂ.નમ્રમૂની મહારાજ સાહેબ “અબતક” આંગણે પવિત્ર માંગલીક ફરમાવ્યું હતુ. અને જગત કલ્યાણનાં શૂભાષિશ પાઠવ્યા હતા. સ્ટાફના મીત્રો પણ પૂ. ગૂરૂદેવના દર્શન કરી ભાવવિભોર થઈ ગયા હતા. વહેલી સવરે પૂ. ગૂરૂદેવની પાવનકારી પધરામણીથી સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયું હતુ.
રાષ્ટ્રસંત પૂ.નમ્રમૂની મહારાજ સાહેબના “અબતક” આંગણે પાવન પગલા પડતાની સાથે જ વાતાવરણ ભકિતમય બની ગયું હતુ. પૂ.ગુરૂદેવે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે ખૂબ આત્મીયતા સાથે સંવાદ કર્યો હતો. જે કાર્ય પ્રણાલી સાથે “અબતક” આગળ વધી રહ્યું છે અને છેલ્લા એક દશકાથી પણ વધુ સમયથી સતત પ્રગતી કરી રહ્યું છે તે વાત જાણી પૂ. ગુરૂદેવ ખૂબજ ખૂશ થયા હતા અહી તમામ અઢારેય વરણોની એક સમાન ખેવના કરવામાં આવે છે અને તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવામાં આવતી હોવાની વાત
પુ. ગુરૂદેવના હૃદયને ખૂબજ ગમી હતી.
તેઓનાં મોઢામાંથી ખૂબ જ સરસ તેવા ઉદગારો સરી પડયા હતા. જયારે પૂ. નમ્રમૂની મહારાજ સાહેબના મુખેથી માંગલીકના શબ્દો નિકળતા હતા. ત્યારે જાણે વાતાવરણમાં ભકિતરસ ઘુંટાતો હોય તેવી અલૌકિક અનુભૂતી થઈ હતી.
મીડિયા જગતમાં ‘અબતકે’ જે અનેરો ચીલો ચાતર્યો છે તેની ચોતરફ સરાહના થઇ રહી છે. આજે રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજે પણ પાવનકારી પધરામણી દરમિયાન ‘અબતક’ને પોતાની રાહ પર અડીખમ આગળ વધવા માટે આશિર્વાદ આપ્યા હતા. સાથોસાથ જે રીતે પોઝિટિવિટીને વળગીને કામ કરવામાં આવી રહ્યું છે તે હંમેશા જાળવી રાખવા માટેનું પણ સૂચન કર્યું હતું.