ડિજિટલ જમાનામાં NFT પ્લેટફોર્મ ધમધમ્યું; ફોટો, વીડિયો, ઓડિયો સહિતની ડિજિટલ ફાઈલ થકી ‘રોકડી’ કરવાનો મોટો અવસર
‘મધુશાલા’ની હરરાજીના પ્રથમ દિવસે જ મળી રૂ.3.8 કરોડની બોલી
અબતક, મુંબઈ
આજનો જમાનો ડિજિટલ જમાનો બની ગયો છે. મોટાભાગની સુવિધા આંગળીના ટેરવે ઓનલાઈન મળતી થઈ છે. એ તો ઠીક પણ રૂપિયા રળવાની પદ્ધતિ પણ ડિજિટલ બની ગઈ છે. આગાઉ વિનિયમ સિસ્ટમ હતી જેનું સ્થાન આજે રૂપિયા એ નહીં પણ ટોકને લઈ લીધું છે. ડિજિટલ કરન્સીનો જમાનો છે. ત્યારે હાલ રૂપિયા કમાવવાનું એક તદ્દન નવું જ માધ્યમ ઝડપથી ઉભરી આગળ ધપી રહ્યું છે એ છે એનએફટી- નોન ફેજીબલ ટોકન. આ માધ્યમથી એવી ચીજ-વસ્તુઓની ખરીદ-વેચાણ થઈ શકે છે જેનું રોકડ વેચાણ કે ખરીદી શક્ય નથી એટલે કે આ ચીજ વસ્તુઓ ડિજિટલ સ્વરૂપમાં હોય જેમકે ઓનલાઈન ફોટો, વીડિયો, ઓડિયો તેમજ અન્ય ડિજિટલ ફાઇલ.
હાલ આ એનએફટી બોલીવુડ જગતના તારલાઓ, સેલિબ્રિટીઓ તેમજ અન્ય ખ્યાતનામ લોકો માટે પૈસા કમાવવાનું મહત્વનું માધ્યમ બન્યું છે. એટલે જ તો આજે 78 વર્ષની વયે પણ બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ટનાટન છે. કારણ કે અમિતાભ બચ્ચનના કલેક્શન માધુશાલાએ પણ ડિજિટલ રંગ પકડ્યો છે..!! તાજેતરમાં અમિતાભ બચ્ચન નોન-ફંગિબલ ટોકન દ્વારા તેમના ડિજિટલ કલેક્શન મધુશાલાની હરાજી કરી રહ્યા છે. હરાજીના પ્રથમ દિવસે જ 5,20,000 ડોલર (અંદાજે રૂ. 3.8 કરોડ)ની બોલી મળી છે. જેમાં પિતા હરિવંશ રાય બચ્ચનની ’મધુશાલા’નો ઑડિયો છે. આ ઓડિયો અમિતાભ બચ્ચનના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ સિવાય અમિતાભ બચ્ચનના હસ્તાક્ષર કરેલા પોસ્ટર્સ અને અન્ય કલેક્શનની પણ હરાજી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ઓગસ્ટમાં બીયોન્ડ લાઈફ કલબ, રીતિ એન્ટરટેઇન્મેન્ટ અને ગાર્ડીયન વચ્ચેના સંયુક્ત સાહસે જાહેરાત કરી હતી કે બચ્ચન હવે આ પ્લેટફોર્મ પર તેમનું ગઋઝ કલેક્શન લોન્ચ કરશે.
NFT શું છે..??
એનએફટી એટલે નોન ફંગિબલ ટોકન. આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે. અસ્કયામતો કે જેના વ્યવહારો રોકડ અથવા અન્ય ઓનલાઈન માધ્યમો દ્વારા કરી શકાતા નથી તેને નોન-ફંજીબલ કહેવામાં આવે છે. આ વ્યવહારો સંપૂર્ણપણે વર્ચ્યુઅલ હોય છે. ગઋઝત એ ડિજિટલ અસ્કયામતો છે, જે ક્રિપ્ટોકરન્સીની જેમ બ્લોકચેન ટેકનોલોજી દ્વારા નિયંત્રિત થાય છે. આ ટેક્નોલોજીની મદદથી ફોટા, વીડિયો અને અન્ય મૂલ્યવાન ડિજિટલ સંપત્તિઓની માલિકી સુનિશ્ચિત કરવામાં આવે છે. જે એકજ ખરીદનાર વ્યક્તિને આપવામાં આવે છે.