બોયસ અને ગર્લ્સની ઓલઇન્ડિયા ચેમ્પિયશીપમાં સાત રાજયના ખેલાડીએ ભાગ લીધો
શહેરના રેસકોર્ષમાં ટેનીસ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડીયા લોન ટેનીસ ટુર્નામેન્ટમાં ગર્લ્સ અને બોયસની અન્ડર 16 નો ગત તા. ર9ને શુક્રવારે યોજાયેલ ફાઇનલમાં ગર્લ્સની ટીમની ધનવી કાલે સીંગલ અને ડબલ રનર અપ થઇ છે.
શહેરના રેસકોર્ષમાં આવેલ ટેનીસ ગ્રાઉન્ડમાં ઓલ ઈન્ડીયા ચેમ્પીયનશીપ સીરીઝબોયઝ અને ગર્લ્સ અન્ડર 16 નું આયોજન કરવામાં આવેલું આવેલું હતું. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ 7 રાજયોના ખેલાડીઓ એ ભાગ લીધો હતો . ટુર્નામેન્ટમાં ગર્લ્સ અન્ડર 16 માં વિજેતા ધનવી કાલે , પ્રાચી રાણા અને બોયસમાં જેવીન કાનાણી અને આંકાક્ષ સુબ્રમુનીયમ થયેલા, ડબલ 16 ગર્લ્સ માં ફાઈનલ વિજેતા નિત્યા રાવ, વર્તીકા મિસ્ત્રી તથા રનર અપ વિજેતા ધનવી કાલે અને હિરંવા રંગાણી , ડબલ્સ 16 બોયસમાં ફાઈનલ વિજેતા જેવીન કાનાણી અને નીલ પરમાર જયારે રનર અપ વિજેતા અક્ષત સુબ્રમુનીયમ અને આંકાક્ષ 201 સુબ્રમુનીયમ થયેલાં આ ટુર્નામેન્ટનું આલીયા ટેનિસ એકેડમીના ભાવેશ રંગાણી, વર્ષા રંગાણી અને વિકી સૌમયા, સુરભ રધુવંશી દ્વારા કરવામાં આવેલુ હતું.
ટુર્નામેન્ટમાં ફાઈનલ ઈનામ વિતરણ કાર્યક્રમમાં રાજકોટના એડી. ચીફ જજ કાલે, એસ.જે.પંચાલ સામ અને રાજકોટના પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવના હસ્તે ટુર્નામેન્ટમાં વિજેતા થયેલરમતવીરોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.