કોરોનાના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં!!
ગુજરાતને ‘કોરોના મુક્ત’ કરવા જરૂરી તમામ પગલાં લેવાની વડાપ્રધાનને ખાતરી આપતા રૂપાણી
અત્યાર સુધીમાં 22.15 લાખ લોકોને પ્રથમ ડોઝ જ્યારે 5.42 લાખ લોકોને બંને ડોઝનું ‘કોરોના કવચ’ પુરૂ પડાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવાના ગુજરાત સરકારના પગલાની પ્રશંસા કરી
કોરોના મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો પ્રયાસમાં જુટાયા છે. ભારત સહિત મોટાભાગનાં તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં ચાલી રહી છે. આ વચ્ચે કોરોનાએ ફરી માથું ઉંચકતા વિશ્ર્વ આખું ઉચ્ચાટ થઈ ઉઠ્યું છે. ભારતમાં છેલ્લા એક મહિનાથી કેસમાં સતત ઉછાળો થઈ રહ્યો છે. જેના પગલે કેન્દ્ર સહિત તમામ રાજયસરકારો અને સંઘ પ્રદેશો એલર્ટ થઈ ગયા છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓસાથે બેઠક યોજી હતી. જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની પરિસ્થિતિનો તાગ રજૂ કરતા વડાપ્રધાને ખાતરી આપી હતી કે રાજયમાં કોરોનાના વધતા કહેરને અટકાવવા જરૂરી તમામ પગલા ભરશે.
વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં મુખ્યમંત્રીના જણાવ્યામુજબ ગુજરાતમાં કોરોના વાયરસનાં ધમાસાણને નાથવા ધન્વનંતરી રથ દોડાવાશે હાલ રાજયભરમાં 775 ધન્વનતરી રથ કાર્યરત છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આ સાથે આરોગ્ય વિભાગની ટીમને દોડતી કરાશે. ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન કરાવવા વધુ કડક વલણ અપનાવાશે નિયમભંગ કરનારાઓને નિયમોનું ભાન દંડ વસુલી કરવામાં આવશે એટલે કે સજાના ભાગ રૂપે ચૂકવવો પડતો દંડની રકમમાં વધારો કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. સીએમ રૂપાણી ઉપરાંત નાયબ સીએમ નીતિન પટેલ, મુખ્ય સચિવ અનીલ મૂકીમ, મુખ્યમંત્રીના ચીફ પ્રીન્સીપાલ સેક્રેટરી કે.કૈલાશનાથન સહિતના અન્ય મુખ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોરોનાને નાથવામાં ગુજરાત સરકારે લીધેલા પગલાની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી રૂપાણીએ રસીકરણ અંગે જણાવતા કહ્યું કે, ગુજરાતમાંઅત્યાર સુધીમાં 22.15 લાખ લોકોનેપ્રથમ ડોઝ અપાઈ ચૂકયા છે. જયારે 5.42 લાખ લોકોને રસીનાં બંને ડોઝનું ‘કોરોના કવચ’ પૂરૂ પાડયું છે. ચાર મહાનગરોમાં રાત્રી કફર્યું વધારી દેવાયો છે. તેમજ તમામ રેલવે સ્ટેશન, એરપોર્ટ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સ્ક્રિનીંગ ફરજીયાત બનાવી દેવાયું છે.
ગુજરાતમાં કોરોના નાબુદીની ઝુંબેશ વધુ તેજ બનશે
રસીકરણની ઝડપ બેગણી દરરોજ 3 લાખ લોકોને ડોઝ અપાશે
કોરોના વાયરસનાં વધતા જતાં સંક્રમણનાં લીધે ફરી જોખમ વધ્યું છે. જેને ઘટાડવા વૈશ્ર્વિક મહામારીની આ લડાઈ ગુજરાતમાં વધુ તેજ અને મજબૂત બનશે. કોરોના મુકત થવામાં ‘જાદુઈ છડી’ ગણાતી ‘રસી’ની પ્રક્રિયા વધુ ઝડપી બનાવાશે. વડાપ્રધાન સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં રસીકરણની ઝુંબેશ વધુ ઝડપથી ચલાવવા સરકારે મહત્વના નિર્ણય કર્યા છે. જેમુજબ હવે, દરરોજ ત્રણ લાખ લોકોને ડોઝ અપાશે. અત્યાર સુધી દરરોજ દોઢ લાખ લોકોને ‘કોરોના કવચ’ અપાતું હતુજે હવેસીધી જ બે ગણી કરી દેવાઈ છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, ભારતનો મંત્ર ‘દવાઈ ભી’ કડકાઈ’ને ગુજરાતમાં અમલમાં મૂકી વાયરસને નાથી ગુજરાતને સંપૂર્ણ સુરક્ષીત બનાવવા પ્રયત્ન કરીશું.
ક્ધટેઈનમેન્ટ ઝોનમાં સુવિધા વધુ વધારાશે!!
કોરોનાનો એકાએક રાફડો ફાટતા તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરસને વધુ ફેલાતા રોકવા સરકારે જરૂરી પગલા ભર્યા છે. જેની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ રાજયોની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, રાજયભરમાં ક્ધટેન્મેન્ટ ઝોન પર વધુ ભાર મૂકાશે. હાલ 3147 ઝોનને ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જે તમામમાં સુવિધા વધુ વધારાશે. આ માટે આરોગ્ય વિભાગની 4 હજાર ટીમ દોડશે યોગ્ય ટ્રેસિંગ, ટ્રેકિંગ અને સ્ક્રિનીંગ,ટેસ્ટીંગથી વાયરસને કાબુમા લેવા પ્રયત્ન કરાશે. આમાટે 775 ધન્વન્તરી રથ દોડાવવામાં આવશે.