સરકાર દ્વારા કોરોના અંતર્ગત ધન્વન્તરી રથ શ કરવામાં આવ્યા છે. આ સેવાઓ અને લાભ તમામ નાના ગામડાઓમાં પહોંચે એ હેતુસર આજે પડધરી તાલુકાનાં છેલ્લીઘોડી ગામ માં આ ધન્વન્તરી રથ ફેરવાયો હતો. જેમાં પડધરી તાલુકા હેલ્થ મેડીકલ ઓફિસર્સ ડો.પ્રફુલ ઠુમ્મર અને ડો.માધવી અઘારા એ ગામનાં લોકોનું હેલ્થ ચેકઅપ કરી કોરોના ન થાય એની પ્રાથમિક સાવચેતી માટે વાંચન એવી પત્રિકાઓ, આયુર્વેદ દવાઓ, હોમીયોપેથી દવાઓ અને અન્ય સામાન્ય રોગ માટેની જરૂરી દવાઓ આપી હતી. છેલ્લી ઘોડી ગામનાં સરપંચ રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા પણ એ સમયે હાજર રહી સરકાર દ્વારા લોકો માટે અપાયેલા ઊકાળાનું વિતરણ કરી સેવા આપી હતી. ઉપરાંત ત્યાંના મલ્ટી પર્પસ હેલ્થ ટીમ યુવરાજસિંહ એન જાડેજા, ફિમેલ હેલ્થ વર્કર નિલમબેન પુરોહિત, આશા બહેન ઈલાબેન સિતાપરા તથા આંગણવાળી વર્કર ભાવિશાબા એ. વાઘેલા અને હેલ્પર દક્ષાબા રાયજાદા પણ આ ધન્વન્તરી રથ માં પોતાની ફરજ પર હાજર રહી સરસ કામગીરી બજાવી હતી.
પડધરીના છેલ્લી ઘોડી ગામે ધનવંતરી રથ ફેરવાયો: ઉકાળાનું વિતરણ
Previous Articleનવા ડીજીનું નામ સાંજ સુધીમાં જાહેર થશે
Next Article રાજકોટમાં કોરોના ૯ દર્દીઓને ભરખી ગયો