જેમાં આરોગ્યનું અમૃત આવેલું વછે એવા ભગવાન ધનવન્તરી કે જેઓ આરોગ્યના દેવતા છે. તેમનું પ્રાગટય ધનતેરસના રોજ થયેલું જે ધન્વન્તરી જયંતિ તરીકે પણ ઓળખાય છે. તે દિવસે કોઇ તેમનું પૂજન અર્ચન કે સ્મરણ કરશે તે ગૃહે કોઇ અકાળ મૃત્યુ નહી આવે અને તેના ઉપાસકોના આરોગ્ય અને તંદુરસ્તીનું હંમેશા રક્ષણ થશે તેમ કહેવાયું છે. ધનવન્તરી દેવ દેવતાઓના આરોગ્યના દેવ છે. દિર્ધ આયુષ્ય અને સ્વસ્થ આરોગ્ય માટે ધનતેરસના દિવસે ભગવાન ધનવન્તરીનું પુજન કરવામાં આવે છે. ત્યારે શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા ભગવાન ધનવન્તરીનું પુજન અર્ચન થયું હતું. અને જનસમુહના આરોગ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ તકે શહેર ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ડો. દર્શીતાબેન શાહ તેમજ ડો. અમીત હપાણી, ડો. અતુલ પંડયા, ડો. એમ.વી. વેકરીયા, ડો. રાજેશ સાણજા, ડો. ભરતભાઇ વેકરીયા, ડો. યતિનભાઇ વૈદ્ય, ડો. જયેશભાઇ વૈદ્ય, ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા, ડો. દેવેશ જોશી, ડો. રિઘ્ધીશ તન્ના, ડો. શૈલેશ વસાણી સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.