ગુજરાતના બાળકો પોષણ યુકત બને તે હેતુશ્રી થી મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૦૮:૩૦ કલાકે અરવિંદભાઈ મણિયાર હોલ, જયુબેલી બાગ, રાજકોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. બિનાબેન આચાર્યના અધ્યક્ષપદે યોજાનાર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત મ્યુુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભાંડેરીના વરદ હસ્તે થયું હતું.
- ત્રંબા
રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને સુપોષિત બાળક બનાવવાના મહાઅભિયાન અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજકોટ તાલુકાના ત્રંબા ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી પોષણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે તેમણે પ્રેરક ઉદબોધન આપ્યુ હતું.
કાર્યક્રમના પ્રારંભે પોષણ અદાલત નાટક દ્વારા ગ્રામજનોને યોગ્ય આહારની જરિયાત અને સમજ પૂરી પાડી હતી. ત્યારબાદ વૃક્ષમાં બીજ તું નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવામાં આવી હતી જેમાં મહિલાઓને ગર્ભાવસ્થા થી લઇ બાળકના જન્મ અને તેના ઉછેર અંગે જાગૃતિ પ્રેરક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. ધાત્રી માતાઓને જરૂરી ખોરાક, બાળકોને રસીકરણ વગેરેની માહિતી આ ફિલ્મમાં આપવામાં આવી હતી. ગર્ભાવસ્થાથી લઈ બાળક બે વર્ષનો થાય ત્યાં સુધીના ૧૦૦૦ દિવસ દરમ્યાન જે પ્રકારે સારસંભાળ રાખવામાં આવે છે તે મુજબ બાળકનું ભવિષ્ય તૈયાર થતું હોય છે. આ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરેલ ફિલ્મ બીજું પિયર ઘરનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકના ઉછેરમાં આંગણવાડી કેન્દ્રની મહત્તા સમજાવવામાં આવી હતી અને સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક એ જ આંગણવાડીને લક્ષ્ય છે તેમ સમજાવવામાં આવ્યું હતું.
- ગોંડલ-૨, જેતપુર અને ઉપલેટા
જનભાગીદારીથી હાથ ધરાયેલ પોષણ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતના અતિ કુપોષિત બાળકોને સુપોષિત બનાવ વાતમામ જરૂરીકાળ જીલેવાય તે માટે પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આરંભ કરાયેલાઆ અભિયાન અંતર્ગત રાજકોટના ગોંડલ-૨, જેતપુર અને ઉપલેટા તાલુકાના ૫૨૨ અતિ કુપોષિત બાળકોને “પાલકવાલી” યોજનાનો લાભ મળ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ-૨તાલુકામાં ૯૧ આંગણવાડીમાં કુલ ૫૭૫૪ બાળકો છે. જ ેપૈકી તમામ ૧૦૩ અતિ કુપોષિત બાળકોને “પાલકવાલી”એ દત્તક લઈ લીધા છે, તેમ ગોંડલ-૨ તાલુકાના સી.ડી.પી.ઓ. ઈન્દુબેન આસોદરીયાએ જણાવ્યું છે. જેતપુર તાલુકાના ૧૫૨ આંગણવાડી કેન્દ્રો માં કુલ૧૧, ૦૪૬ બાળકો પૈકી તમામ ૨૯૭ અતિકુપોષિત બાળકોને “પાલકવાલી” યોજનાનો લાભ મળ્યો છે, તેમ જેતપુર તાલુકાના સી.ડી.પી.ઓ. શોભના બેન લાડાણી એ જણાવ્યું છે. ઉપલેટા તાલુકામાં ૧૫૭ આંગણવાડી કેન્દ્રો છે, જેમાં કુલ ૮૫૬૧ બાળકો માંથી ૧૨૨ અતિ કુપોષિત તમામ બાળક “પાલકવાલી” યોજના અંતર્ગત સુપોષિત બનશે, તેમ ઉપલેટા તાલુકાના ઇન્ચાજ ર્સી.ડી.પી.ઓસોનલ બેનવાળાએ જણાવ્યું હતું.
- વિરપુર
“સહી પોષણ- દેશ રોશન” આહવાન ને ચરિતાર્થ કરવાના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા જેતપુર તાલુકાના વિરપુર (જલારામ), જેતલસર અને મંડલિકપુર ગામ ખાતે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. જન ભાગીદારી દ્વારા બાળકોના પોષણમાં સુધારો આવે તેવા હેતુ થી પોષણ અભિયાન ૨૦૨૦ માં કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા અને હવે પછી જન્મ લેનાર તમામ બાળકો તંદુરસ્ત જન્મે તે માટે પહેલેથી જ માતાના પોષણનું ધ્યાન રાખી સુપોષિત સમાજ રચનાના નિર્માણ કરવાના મહાઅભિયાનના વીરપુર જલારામખાતે આયોજિત પોષણ અભિયાન કાર્યક્રમ રાજકોટ જિલ્લા જેલના એસ.પી. બન્નો જોશી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શ્રી બન્નો જોશી એ જણાવ્યું હતું કે સમાજની અંદર કોઈપણ બાળક કુપોષિત ન રહે એ માટે સરકાર દ્વારા પોષણ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે દરેક માતા-પિતા તેમજ સમાજના તમામ શ્રેષ્ઠીઓ એ જાગૃત થઈ એક સાથે કાર્ય કરવા આગળ આવવું પડશે.
સી.ડી. પી. ઓ. શોભના બહેને મહિલા અનેબાળ કલ્યાણ વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરીની વિગતો આપી હતી , આ પ્રસંગે વીરપુરના અગ્રણી નારણભાઈ ઠુંગા, સરપંચ રંજન બહેન ઠુંગા, અગ્રણી સુભાષભાઈ બાંભરોલીયા, દિનકરભાઇ ગુંદારિયા, ભૂપતભાઈ સોલંકી, જગદીશ હીરપરા, તાલુકા વિકાસ અધિકારી કુંગશિયા, જેતપુર મામલતદાર દીપ્તિ પંચાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.