- ધનસુખ બી. જોગી 5 વોટથી વિજેતા
- બિન હરીફ વરણી કરયેલા ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા
ભચાઉ બાર એસોસીએશન ચૂંટણીની મતગણતરી થઇ ગયા બાદ વિજેતા તરીકે ધનસુખ બી. જોગીનું નામ જાહેર થયું છે. કુલ મતદાન 93 મતોમાંથી 88 મતોનું મતદાન થયું હતું. જેમાંથી 1 મત નોટામાં તેમજ પ્રમુખ પદના ઉમેદવાર ધનસુખભાઈ બી. જોગીને 44 વોટ મળ્યા હતા. અને બીજા ઉમેદવાર સ્નેહલ એચ. કેલાને 4 વોટ મળ્યા હતા. તો ત્રીજા ઉમેદવાર હરેશ એચ. કાંઠેચાને 39 વોટ મળ્યા હતા. જેમાં પ્રમુખ પદ પર સૌથી વધુ મત સાથે ધનસુખ બી. જોગીને 5 વોટથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તથા અગાઉ જ બિનહરીફ તરીકે વરણી કરાયેલ ઉપપ્રમુખ તરીકે સાજન શામળીયા તથા મંત્રી તરીકે અમરતદાન ગઢવી તથા સહમંત્રી તરીકે વિજયભા ગઢવી તથા ખજાનચી તરીકે આસીફ રાઉમાની સહિતના તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, આજ રોજ તા. 20/12/2024ના 2025ની ભચાઉ બાર એશોસીએશનની ચુંટણી યોજાયેલ જેનું પરીણામ નીચે મુજબ છે. જેમાં કુલ મતદાન 93 મતોનું હતું જેમાંથી 88 મતોનું મતદાન થયેલ જેમાંથી 1 મત નોટામાં તેમજ પ્રમુખ પદના ઉમેદવાર ધનસુખ જોગીને 44 વોટ મળેલા અને બીજા ઉમેદવાર સ્નેહલભાઈ એચ. કેલાને 4 વોટ મળેલા અને અને ત્રીજા ઉમેદવાર હરેશ કાંઠેચાને 39 વોટ મળેલા જેમાં સૌથી વધુ મત મેળવનાર પ્રમુખપદના ઉમેદવાર ધનસુખજોગીને 5 વોટથી વિજેતા જાહેર કરવામાં આવે છે. તથા ઉપપ્રમુખ તરીકે સાજન શામળીયા તથા મંત્રી તરીકે અમરતદાન ગઢવી તથા સહમંત્રી તરીકે વિજયભા ગઢવી તથા ખજાનચી તરીકે આસીફ રાઉમાની અગાઉ જ બિનહરીફ તરીકે વરણી થઇ ગયેલ છે તે તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવે છે.
આ ચુંટણીમાં સીનીયર એડવોકેટઓ તેમજ જુનીયર એડવોકેટઓએ પોતાનો મતનો ઉપયોગ કરેલ જેમાં સીનીયર એડવોકેટ નવીનભાઈ ઠક્કર, કિશોર રાવલ, ભરતસિંહ વાઘેલા, ભરતભાઈ ભટ્ટ, હિતેન્દ્રસિંહ વાઘેલા, નવિન એમ. મિયોત્રા, ટપુભાઈ એમ. રાઠોડ, બીજલ દાફડા, રમેશ પંડયા, લક્ષ્મણ વરચંદ, સીદીક નારેજા, રણછોડ ભટ્ટી, વિશાલ કોટક વિગેરે હાજર રહેલા. અને ચુંટણીનું તમામ સંચાલન ખુબજ સુંદર રીતે મુખ્ય ચુંટણી અધિકારી નીરુભા બી. જાડેજા તથા સહાયક ચુંટણી અધિકારી અશ્વિન ઢીલા અને રમેશ પરમારે કરેલ.હતી
અહેવાલ: ગની કુંભાર