કેક કટીંગ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ
ગુજરાતની જીવાદોરી એવો નર્મદા ડેમ પ્રથમવાર ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ જતા આજે રાજય સરકાર દ્વારા એક હજાર સ્થળો પર નમામી દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ મહેસાણાનાં બુટાપાલડી ગામનાં તળાવ ખાતે નર્મદા મૈયાનાં વધામણા કર્યા હતા અને અહીં કેક કટીંગ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૬૯માં જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.
આ તકે મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલ, વિસનગરનાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, રાજયસભાનાં સાંસદ જુગલજી ઠાકોર, કડીનાં ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, બેચરાજીનાં ધારાસભ્ય ભરતભાઈ ઠાકોર, વિજાપુરનાં ધારાસભ્ય રમણભાઈ પટેલ, ઉંઝાનાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, નર્મદા જળસંશાધન પાણી પુરવઠા વિભાગનાં સચિવ અને મહેસાણાનાં પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદી સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.