સરદાર પટેલને ક્રોંગ્રેસે કરેલા અન્યાય-અપમાનનો બદલો કમળને મતદાન કરીને લેજો જેથી નરેન્દ્રભાઈનું અપમાન કરવાની કોંગ્રેસ કદી હિંમત ન કરે

રાજકોટના પૂર્વ મેયર, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ગુજરાતના ચેરમેન અને લોકસભાની રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી એક નિવેદનમાં જણાવ્યું કે છે કે લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ની નથી રહી પરંતુ રાષ્ટ્રીય એકતા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી છે વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ઉરી અને પુલવામાં આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એરસ્ટ્રાઈક  અને સર્જીકલ સ્ટ્રાઈકના પગલાથી દેશવાસીઓની છાતી ગજ-ગજ ફૂલી રહી છે ત્યારે કોંગ્રેસીઓ શરમ અને સંકોચ નેવે મૂકીને તેના પુરાવા માંગે છે કેટલા ત્રાસવાદી માર્યા તેના હિસાબ માંગે છે આવા કોંગ્રેસીઓને કાલે ઈવીએમમાં જડબાતોડ જવાબ આપી દેવાનો અવસર આવી ગયો છે.

ધનસુખભાઇ ભંડેરીએ વધુમાં જણાવ્યું છે છે કે અગાઉની સરકારમાં છાશવારે જુદા-જુદા શહેરોમાં બોમ્બ ધડાકા થતા અને ત્રાસવાદીઓ હજારો નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા હતા. નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી ભારતના કોઈ શહેરમાં એક પણ બોંબ બ્લાસ્ટ થયો નથી ત્યારે દેશદાઝને વરેલા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા રાજકોટથી મોહનભાઈ કુંડારીયાના નામનું એક કમળ દિલ્હી મોકલવાની આપણી ફરજ છે. તે જ રીતે નરેન્દ્રભાઈ મોદી સાથે પણ કોંગ્રેસીઓ તેવું કરી રહ્યા છે પરંતુ હવે ગુજરાતમાં અપમાન કે અન્યાય સહન નહીં કરે તે વાત આવતીકાલે ઇવીએમના માધ્યમથી કહી દેવાની નોબત આવી ચૂકી છે તેમ ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.