જીવીત બાળકને મૃત જાહેર કરનાર તબીબ સામે આકરી કાર્યવાહીની તજવીજ
ધ્રાગધ્રા શહેરમા હાલમાજ બનેલ ચકચારી ઘટના શહેરના જૈન મેટરનેટી નામના ખાનગી હોસ્પીટલના તબીબની હતી જેમા આ ખાનગી હોસ્પીટલના તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલા દ્વારા મજુર દંપતિના જીવીત નવજાતશીશુને મૃત જાહેર કરી બદઇરાદાને પાર પાડવાનુ સમગ્ર પ્રકરણ એક જાગૃત નાગરીક દ્વારા બહાર લવાયુ હતુ.
નવજાત બાળક જીવીત છતા પણ મૃત જાહેર કરેલા તબીબને આ સમગ્ર પ્રકરણની જરાય ગંભીરતા ન હતી બાદમા જ્યારે મિડીયા દ્વારા અહેવાલો પ્રસીધ્ધ કરાયા ત્યાર બાદ જ સરકારી તંત્રે થોડો ઘણો રસ દાખવી માત્ર કહેવા પુરતી કાયઁવાહી કરવાનુ નાટક આદયુઁ હતુ.
આરોગ્ય તંત્ર કે પોલીસ તંત્ર ખરેખર મજુર દંપીને ન્યાય નહિ પણ કસાઇ તબીબને કોઇને કોઇ રીતે સાવરવાનો પ્રયાસ કરતા હતા. આ તરફ બાળકના દશ દિવસ સારવાર બાદ મોત નિપજતા સમગ્ર પ્રકરણમા નવો વણાંક આવ્યો હતો અને ન છુટકે જીલ્લા કલેક્ટરના હુકમી ધ્રાગધ્રા હેલ્થ ઓફીસરે તબીબ વિરુધ્ધ પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરી હતી.
જ્યારે હજુ સુધી આ ફરીયાદમા બાળકના માતા-પિતાનુ નિવેદન પણ ની લેવાયુ અને તબીબ પોલીસ ચોપડે ફરાર દશાઁવાયો છે. ત્યારે ધરપકડ અને કાનુની કાયઁવાહીથી બચવા તબીબ ખેડાવાલા દ્વારા ધ્રાગધ્રા કોટઁમાઆગોતરા જામીન મુકાયા હતા પરંતુ મજુર અશિક્ષિત દંપતિને ન્યાય અપાવવા સામાજીક કાયઁકર પડખે હોવાી દપંતિ પાસે તબીબના જામીન ના મંજુર થાય તેવી માંગ કરાવી હતી
ધ્રાગધ્રા સેશન્સ કોટઁમા તબીબના જામીન ના મંજુર પણ થયા છતા તબીબ ખેડાવાલા દ્વારા હવે હાઇકોટઁમા ફરીથી આગોતરા જામિનની તમામ કાયઁવાહી શરુ કરી આગોતરા જામીન લાવવા માટેની તૈયારી હાથ ધરાઇ છે ત્યારે આ તરફ મજુર દંપતિ હાઇકોટઁમા પણ પોતાનુ સોગંધનામુ રજુ કરી તબીબ પર ફરીયાદ બાદ મૃત બાકળના માતા-પિતાનુ નિવેદન પોલીસ દ્વારા નહિ લેતા પોતે હાઇકોટઁમા સોગંધનામાના આધારે તબીબના જામીન હાઇકોટઁમા પણ ના મંજુર કરવા માટે અને પોતાના બાળકને મોત આપનાર તબીબને સજા કરી તેઓને ન્યાય મળે તે માટેની તમામ તૈયારી દશાઁવી હતી.