કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ્ય વહી બાણ
એક દાયકામાં અનિલે તેની ૯૯ ટકા સંપત્તિને ઉડાવી દીધી; જયારે મુકેશ અંબાણી એશિયાના સૌથી મોટા ધનકુબેર બનવા તરફ આગળ વધી રહ્યા છે
ગુજરાતમાં પૌરાણિક કહેવત છે કે ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ આ કહેવત વર્તમાનમાં અનિલ અંબાણીને બરોબર લાગુ પડે છે. સ્વબળે ભારતના સૌથી મોટા ધનકુબેર બનેલા ધીરૂભાઈ અંબાણીના અવસાન બાદ તેમના વેપાર સામ્રાજયના બે પુત્રો મુકેશ અને અનિલ વચ્ચે ભાગ પડયા હતા. ૨૦૦૮માં પડેલા આ ભાગલા વખતે નાનાભાઈ અનિલ અંબાણીના ભાગે ૫૫ બિલિયન ડોલરની સંપત્તિ આવી હતી. જયારે મોટાભાઈ મુકેશ અંબાણીના ભાગે સંઘર્ષ કરવાનું વધારે આવ્યું હતુ ધનકુબેર બનતા જ અનિલ અંબાણી અભિમાન કે ગર્વમાં રાચીને બેફામ બની ગયા હતા. સ્વપ્રશંસા માટે આડેધડ કરવા લાગેલા ખર્ચાઓ અને વેપાર નિષ્ણાંતોની સલાહોને અવગણ્યા વગર લીધેલા નિર્ણયોને કારણે એક દાયકામાં તેની ૯૯ ટકા સંપત્તિ ઓછી થઈ જવા પામી છે. આજે અનિલના ગર્વએ તેને રસ્તા પર લાવી દીધો છે.
રિલાયન્સ એમ્પાયરનાં માલીક ધીરૂભાઈ અંબાણીના સીધી લીટીના બે વારસદારોનો ખૂબજ સારી રીતે શરૂ થયેલો સ્વતંત્ર તરકકીની રફતાર વચ્ચે અનિલ અંબાણીનું આર્થિક સામ્રાજય સાવ ધોવાય ગયું છે. અને ગઈકાલ જો મુકેશ અંબાણીએ છેલ્લી ઘડીએ એરિકશનનો ૪૬૨ કરોડનો કરજ ન ભર્યું હોત તો અનિલ અંબાણીને ત્રણ મહિનાનો જેલવાસ ભોગવવો પડત.
રિલાયન્સ એમ્પાયરના માલીક ધીરૂભાઈ અંબાણીની વિદાયબાદ મુકેશ અને અનિલ વચ્ચે થયેલા બટવારાએ ૨૦૦૮માં અનિલ અંબાણી પાસે ૫૫ બિલિયન ડોલરની સંપત્તિ હતી અને મુકેશ અંબાણી ભાગે ઘણા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આખુ ચિત્ર બદલાય ગયું હોય તેમ અનિલ અંબાણીની ૯૯% સંપતિ ધોવાય ગઈ છે. અને અત્યારે માત્ર અનિલના ખાતામાં ૩૦૦ મીલીયન ડોલર જમા પુંજી બાકી છે. એની સામે મુકેશ અંબાણી અત્યારે ૫૪.૩ બિલિયન ડોલરના માલીક છે અને દર વર્ષે દસ બિલીયન ડોલરના માલીક છે અને દર વર્ષે દસ બિલિયન ડોલરનો વધારો થઈ રહ્યો છે.મુકેશ દર વર્ષે ૧૦ બિલિયન ડોલરની કમાણી કરે છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓના માધ્યમથી દેશનું ટેલીકોમક્ષેત્રે ધીરૂભાઈના સપનાની જેમ મુઠ્ઠીમાં કરી લીધું છે. જયારે આરકોમ ૪૬ હજાર કરોડના દેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.અનિલ અંબાણીએ પોતાની મિલકતો વેચવાની મુકેશ અને કેનેડાની કંપનીને દરખાસ્ત મૂકી હતી અને ૨૦૦૮થી અનિલ અંબાણીનું કેરીયર ગ્રાફમાં બ્રેક લાગી ગઈ હતી. અનિલ અંબાણીના એન્ટરટેનમેન ચેનલ મુંબઈ, પાવર ડિસ્ટ્રીબ્યુશન જેવા ધંધાઓ કરજ પૂરૂ કરવામાં વેચાય ગયા. રાફેલ જેટ ડીલમાં પણ અનિલ અંબાણી વિવાદના ઘેરામાં આવી ગયા હતા. છેલ્લે છેલ્લે નાદાર ઉદ્યોગપતિ તરીકે અનિલ અંબાણી પર જેલવાસનું જોખમ પણ આવી ગયું હતુ. સારી રીતે ચાલુ ધંધાનો વારસો મળ્યો પરંતુ અનિલને કિસ્મતનો સાથ ન મળ્યો.