- બઈસાબગઢ ગામે નવજાત ત્યજી દિધેલ બાળક મળ્યું
ધ્રાંગધ્રા ન્યૂઝ : ધાંગધ્રા તાલુકાના બઈસાબગઢ ગામે નવજાત ત્યજી દિધેલ બાળક મળી આવ્યું હતું . ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી ગયા હતા અને પોલીસ ને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકનો કબજો લઈને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યું હતું . જેમાં હાજર તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી યુ શાહ હોસ્પિટલ ખાતે બાળકને મોકલી આપ્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બઈસાબગઢ ગામે માલધારી સમાજના લોકો પશુ ચરાવવા જતા હતા ત્યારે કાંટાની વાળમાં એક બાળક નો રોવાનો અવાજ આવતા નવજાત ત્યજી દિધેલ બાળક મળ્યું હતું . ત્યારે તેવી જાણ થતાં ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી ગયા હતા અને ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આ બાળકને 108 દ્વારા ધ્રાગધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે હાજર તબીબ દ્વારા બાળક ને તપાસ કરાતા કાંટા વાગેલા હોવાથી પ્રથમ સારવાર આપવામાં આવી હતી જેમાં બાળકનો વજન ઓછો અને આખા શરીરમાં કાંટા વાગેલા હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી યુ શાહ હોસ્પિટલ ખાતે બાળકને સારવાર માટે મોકલી આપેલ હતું. ત્યારે ધ્રાગધા તાલુકા માં નવજાત બાળકને ત્યજી દેવાનો કિસ્સો અગાવ સામે આવ્યો છે કઠોર અને પાપ છુપાવતા આવા નગુણાઓને પોલીસે પકડી કાયદા નું ભાન કરવાવુ જોઈએ જેથી આવા લાલબતી સમાન નવ જાત શિશુ ત્યજી દેવાના કિસ્સા પ્રકાસીત ન થાય. જેમાં આ ઘટનાની વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે
સલીમ ઘાંચી