કોરોના ની વૈશ્વિક મહામારી જ્યારે બીજી રહેલ સમગ્ર ભારતમાં કાળો કેર વરતાવેલ હોય માનવી માનવી નજીક આવતા પણ ડરતો હોય તેવા સમયમાં જ્યારે સરકાર હોય અને કામ ધંધા બંધ થઇ ગયા હોય તેવા કપડા સમયે પક્ષીઓ માટે પોતાના જીવ ની ચિંતા કર્યા વગર આ ત્રણ મહિનાના સમયગાળામાં પક્ષીઓ માટે એક હજારથી પણ વધારે લાકડાના ચકલી ઘર અને 100 મોબાઈલ ચબુતરા જે ખાલી તેલ ના ડબ્બા માંથી બનાવવામાં આવે છે
ધાંગધ્રામાં રહેતો આ યુવાન શંભુભાઈ મિસ્ત્રી ઘણા સમયથી પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા થઈ જાય એવી રીતે ખાલી તેલ ના ડબ્બા માંથી મોબાઇલ ચબુતરા બનાવે છે અને સાથે સાથે વેસ્ટટેજ માંથી લાકડાના ચકલી ઘર પણ બનાવે છે તેઓ અત્યાર સુધીમાં 30 હજારથી પણ વધારે લાકડાના ચકલી ઘર લગાવી ચૂકેલ છે અને પાંચ હજારથી પણ વધારે મોબાઈલ ચબુતરા વિતરણ કરી ચુકેલ છે.
અત્યાર સુધીમાં શંભુભાઈ મિસ્ત્રી વિવિધ જગ્યાઓ શાળાઓ મંદિરો અને ગ્રામ્ય વિસ્તારમાં 62 થી પણ વધારે પ્રોજેક્ટ કરી ચૂકી છે છેલ્લા પાંચ વર્ષથી લુપ્ત થતી પ્રજાતિઓ જેવી ચકલી ને બચાવવા માટેના પ્રયત્નો અને જન જાગૃતિ આવે તેવા પ્રયત્નો પાંચ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં કરે છે અને આજુબાજુની વિવિધ સંસ્થાઓ સાથે વિનામૂલ્યે વિતરણ ના કાર્યક્રમો પણ કરે છે શંભુભાઈ નું કહેવું છે કે આ ત્રણ મહિના ના કામ નહીં હેવાથી અમે એકદમ ફ્રી હતા જેથી આ સમયનો યોગ્ય ઉપયોગ કરીને મે પક્ષીઓ માટે ઉપયોગી એવા ચકલી ઘર મોબાઈલ ચબુતરા અને વિવિધ વસ્તુઓ બનાવે છે જેનું ભવિષ્ય માં વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે.