આગામી સમયમાં જન જલીયાણ ફાઉન્ડેશન સંસ્થા વિદ્યાર્થીઓ સાથે મિટીંગનું આયોજન કરી જરૂર પડ્યે આંદોલન પણ કરાશે
ગત ૧૭નવેમ્બરના રોજ રાજ્યભરમા બિનસચિવાલયની પરીક્ષામા ગેરરીતી થયા હોવાનો આક્ષેપ સાથે ઠેક-ઠેકાણે વિરોધ્ધ થયો હતો. જ્યારે કેચલાક લોકોનુ કહેવુ છે કે આ પરીક્ષામા જોઇ જાણીને ગેરરીતી કરી સરકારના મળતીયાઓને ફાયદો કરવા માટે ભ્રષ્ટાચાર આચવામા આવ્યો છે. કેટલાક મળતીયાઓને પરીક્ષામા સહેલાયથી પાસ કરવા માટે અનેક રૂપિયાનો શોદો અગાઉથી થઇ ચુક્યો હતો.
ત્યારે આ બિનસચીવાલયની પરીક્ષામા ગેરરીતી થયા હોવાના આક્ષેપ સાથે રાજ્યના અનેક શહેરોમા વિરોધ્ધ પ્રદર્શન સાથે પરીક્ષા રદ કરવા આવેદનો અપાયા હતા જેમા ધ્રાંગધ્રા શહેર ખાતે પણ જન જલીયાણ ફાઉન્ડેસન દ્વારા વિધાર્થીઓના હકની લાઇ માટે સંસ્થાએ ટેકો આપી વિધાર્થીના પક્ષમા રાખી ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. અગામી સમયમા જન જલીયાણ ફાઉન્ડેસન નામક સંસ્થા વિધાર્થીઓની સાથે આવવા માટે મિટીંગનુ આયોજન કરી જરૂર પડ્યે આંદોલન રૂપી રણશીંગુ ફુકે તેવી ચીમકી સંસ્થાના કાર્યકર જોગેશ ઘેલાણી દ્વારા ઉચ્ચારાઇ છે.