જયાં સુધી કૌંભાડની તટસ્થ તપાસ નહિ થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રાખવામાં આવશે
ખાતર કૌભાંડ, બાદમા મગફળી અને હવે ધ્રાગધ્રા પંથકમા શૌચાલય કૌભાંડે દસ્તક દીધી છે. જેમા ધ્રાગધ્રા પંથકના સામાજીક કાયઁકતાઁ ઉમેશભાઇ સોલંકીનુ કહેવુ છે કે ધ્રાગધ્રા પંથકના ૬૫ ગામોમા અગાઉ સરકાર દ્વારા સ્વચૂછતા મિશન અંતઁગત બનાવાયેલ ઘરે-ઘરે શૌચાલયના કામમા ભ્રષ્ટાચાર છે જેમા તેઓ દ્વારા સૌ પ્રથમ તાલુકા પંચાયતમા આર.ટી.આઇ હેઠળ તમામ લાભાથીઁઓની માહિતી માંગી ત્યાર બાદ આ લાભાથીઁઓના ઘેર તપાસ કરતા ખરેખર લાભાથીઁઓના ઘેર સરકાર દ્વારા શૌચાલય બનાવાયેલ નથી તેવુ બહાર આવ્યુ હતુ તો પછી સરકારની યોજનાના લાભથી વંચીત હોવા છતા આ લાભાથીઁઓના નામ સરકારી ચોપડે આવ્યા અને તેઓના ઘરે શૌચાલયો બન્યા છે તેવુ દશાઁવી બિલો પણ પાસ થયા છે જેથી શૌચાલયના કામમા ભ્રષ્ટાચાર થયુ હોવાનુ ખુલ્યુ હતુ કોન્ટ્રાન્કરો સાથે આ ભ્રષ્ટાચારમા અધિકારીઓ પણ હશે કારણ કે જે તે ગામોમા લાભાથીઁઓને શૌચાલયો બનાવ્યા બાદ તેઓની તપાસ કયાઁ પછી જ બિલ પાસ થાય છે જેથી સ્પષ્ટ રીતે તાલુકા પંચાયતના કેટલાક અધિકારીઓ આ કૌભાંડમા સંકળાયેલ હોવાનો આક્ષેપ કરાય છે. ત્યારે આ બાબતે સામાજીક કાયઁકતાઁ દ્વારા હજુ ધ્રાગધ્રા તાલુકાના માત્ર ચાર અથવા તો પાંચ ગામોનો સવેઁ કયોઁ છે પરંતુ તમામ ૬૫ ગામોના સવેઁમા કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનુ જણાવી ઉમેશભાઇ સોલંકી દ્વારા એસ.આઇ.ટી તથા વિજીલ્યન્સ તપાસની માંગ કરી હતી. જેની સમય મયાઁદા આજદીન સુધી પુણઁ નહિ થતા હવે આ સામાજીક કાયઁકતાઁ દ્વારા આંદોલનનુ રણશીંગુ ફુક્યુ છે અને ધ્રાગધ્રા તાલુકા પંચાયતની બહાર અનીચ્છીત મુદ્દત સુધી પ્રતિક ઉપવાસ શરુ કયાઁ છે. સામાજીક કાયઁકતાઁ ઉમેશભાઇ સોલંકી સાથે તેઓના અન્ય કાયઁકતાઁ મોહીત કંશારા, સીંધુભાઇ સહિતનાઓ દ્વારા પણ સાથ અને સહકાર આપી જ્યા સુધી શૌચાલય કૌભાંડની તટસ્થ તપાસ નહિ થાય તથા લાગતા-વળગતા અધિકારીઓ પર કાયઁવાહી નહિ થાય ત્યા સુધી ઉપવાસ શરુ રાખવા ચીમકી ઉચ્ચારાઇ હતી.