- PGVCLના દરોડા, સાત લાખથી વધુનો દંડ ફટકારાયો
- ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે વીજ ચેકિંગ હાથ ધરાયું
- 15 લોકોને વીજ ચેકિંગમાં ઝડપી પડી કરાયો દંડ
ધ્રાંગધ્રા શહેરના પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ અને PGVCL તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરુ કરી દેવામાં આવ્યો હતો. જેમાં સિટી પોલીસ PI એમ યુ મશી તથા PGVCL બી ડી બરોડા દ્વારા વિવિધ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાલીસ લોકોના ઘર પર વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 15 લોકોને વીજ ચેકિંગમાં ઝડપી પાડી ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ સાત લાખથી વધુ દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધ્રાંગધ્રા ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે છેલ્લા ત્રણ દિવસમાં પોલીસ,PGVCLના દરોડા સાત લાખથી વધુનો ડન ફટકારવામાં આવ્યો હતો.
ધાંગધ્રા શહેરી વિસ્તારમાં સીટી પોલીસ અને PGVCL દ્વારા શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘર પર છેલ્લા ત્રણ દિવસથી વીજ ચેકિંગ હાથ ધરીને 15 લોકોને વીજ ચેકિંગમાં ઝડપી પાડીને 7 લાખથી વધુનો ડોન ફટકાડવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા શહેરના પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ અને PGVCL તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ ગુજરાતના DGPની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો હતો.
જેમાં સિટી પોલીસ PI એમ યુ મશી તથા PGVCL બી ડી બરોડા દ્વારા તાત્કાલિક હરકતમાં આવી શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાલીસ લોકોના ઘર પર વીજ ચેકિંગમાં 15 લોકો વીજ ચેકિંગમાં ઝડપી પાડી 135 મુજબની કલમ હેઠળ ગુનો નોંધી સાત લાખથી વધુ ડન ફટકાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ : સલીમ ઘાંચી