- જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ વાંચન સાથે શોભાયાત્રાનું આયોજન
- દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
- જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું
ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરનાં તમામ જીનાલયો અને ઉપાશ્રયોમાં પણ વ્યાખ્યાન, વાણી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેનો જૈન લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ત્યારે જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ વાંચન સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ગ્રીન ચોક, શક્તિ ચોક સહિત વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.અને ધ્રાંગધ્રા જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુસાર માહિતી મુજબ, ધાંગધ્રા શહેર ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનની પરંપરાગત ભવ્ય રીતે શહેરમાં શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી.
જૈન ધર્મનું મહાપર્વ એવું પર્યુષણ ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં તમામ જીનાલયો અને ઉપાશ્રયોમાં પણ વ્યાખ્યાન, વાણી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેનો જૈન લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ત્યારે પર્યુષણ પર્વ દરમ્યાન જીનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનની પરંપરાગત ભવ્ય ભગવાન મહાવીર સ્વામિના જન્મ ધ્રાંગધ્રા શહેરમાં ગ્રીન ચોક શક્તિ ચોક સહિત વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી.
આજે વહેલી સવારથી દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.અને ધ્રાંગધ્રા જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક ઉજવણીઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : સલીમ ઘાંચી