- મુસ્લિમ સમાજનું નામ રોશન કરતી દીકરીઓનું કસ્બા શેરી ખાતે સન્માન
- સમાજના આગેવાનો દ્વારા ગિફ્ટ અને મોમેન્ટો આપી કરાયા સન્માનિત
- મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
ધાંગધ્રા શહેરની મુસ્લિમ સમાજની દીકરીઓ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરાતા ધાંગધ્રા કસ્બા શેરી ખાતે દીકરીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધાંગધ્રા શહેરમાં રહેતા મેમણ જમા તેની દીકરી ડોક્ટર અલ્ફયા કાલદાર બી. ડી. એસ. સર્જનની ડીગ્રી પ્રાપ્ત કરી હતી, તથા ફકીર સમાજની દીકરી નાઝમીનાએ BSCમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે.તેમજ મન્સૂરી સમાજની દીકરી મેડિકલ લાઈનમાં ઉચ્ચ કક્ષાએ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સમાજનું નામ રોશન કરાતા સમગ્ર દીકરી અને દીકરાઓનું ગિફ્ટ અને મોમેન્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધ્રાંગધ્રા માં મુસ્લિમ સમાજની દીકરીઓ દ્વારા ઉચ્ચ અભ્યાસ કરી અને સમાજનું નામ રોશન કરાતા કસ્બા શેરી ખાતે સમાજના આગેવાના હસ્તે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતી સહિત જેમાં મોટી બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધાંગધ્રા શહેરની મુસ્લિમ સમાજની દીકરીઓ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી અને સમાજનું અને પરિવારનું નામ રોશન કરાતા ધાંગધ્રા કસ્બા શેરી ખાતે દીકરીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધાંગધ્રા શહેરમાં રહેતા મેમણ જમા તેની દીકરી ડોક્ટર અલ્ફયા કાલદાર બી ડી એસ સર્જનની ડીગ્રી પ્રાપ્ત કરી હતી, તથા ફકીર સમાજની દીકરી નાઝમીનાએ બીએસસીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તથા મન્સૂરી સમાજ ની દીકરી મેડિકલ લેન્ડમાં પણ ઉચ્ચ કક્ષાએ ડિગ્રી પ્રાપ્ત કરી અને સમાજનું નામ રોશન કરાતા સમગ્ર દીકરી અને દીકરાઓનો આજે કસબા શેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ગિફ્ટ અને મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં મુસ્લિમ સમાજમાં માતા-પિતા તેમના સંતાનોના શિક્ષણ પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે તેનો આજે દીકરીઓનો ઉત્તમ દાખલો સામે આવ્યો હતો જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને એવું માનીને બ્રેઈનવોશ કરવામાં આવે છે કે ‘સરકારી નોકરીઓ મળતી નથી, અન્યાય થાય છે.’ આ માન્યતા તેમને અભ્યાસ કરતા અટકાવે છે ત્યારે ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરેલી દીકરીએ આહવાન કરીને કહેલ સાથે મળીને વ્યસન મુક્તિ કરીને શિક્ષણ તરફ આગળ વધીએ તેઓ આહવાન કરવામાં આવ્યો હતો ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને તેજસ્વી તારલાઓને પ્રેરણા પૂરી પાડી તેમના ઉત્સાહને વધાવીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને સન્માનિત કરવામાં આવેલ હતા
અહેવાલ: સલીમ ઘાંચી