એ.ટી.એસ.ની સાથે એન.એ.આઇ. અને સેન્ટ્રલ આઇ.બી.એ. તપાસમાં ઝુકાવ્યું
સોશ્યલ મિડીયામાં પોસ્ટ મુકવા બાબતે યુવાનની ગોળી ધરબી હત્યા કરી’તી
પોરબંદર ખાતે મૌલવીને આશરો આપનાર ચારને ઉઠાવી ગયા
અબતક, રાજકોટ
ધંધૂકામાં 25 જાન્યુઆરી , 2022 ના રોજ કિશન નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી . આ હત્યા બાદ 28 જાન્યુઆરીએ હત્યારા આરોપી શબ્બીરને ઝડપી લેવામાં આવ્યો હતો . શબ્બીરની પૂછપરછમાં બે મૌલાનાના નામનો પણ ખુલાસો થયો હતો . જેને પગલે અમદાવાદનો મૌલાના ઐયુબ અને દિલ્હીનો મૌલાના કમર ગની ઉસ્માનીને ઝડપી લેવામાં આવ્યા હતા . ત્યાર બાદ અઝજ એ કમર ગની ઉસ્માનીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે, કમર ગની લીગલ વાતોના નામે અનેક લોકોને ગેરમાર્ગે દોરવા માટે જઘઙ બનાવી હતી . મૌલાના કમર ગનીની પૂછપરછ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી ગઈંઅ ( નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ) અને સેન્ટ્રલ ઈંઇ પણ અમદાવાદ આવી છે .
કમર ગની અમદાવાદના ગોમતીપુર , દાણીલીમડા , ચંડોળા , શાહ આલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો . મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા .
સેન્ટ્રલ ઈંઇ કમરની પૂછપરછ કરે છે તેની સાથે હવે કમર ગની તેના ત્રણ લેયરના કારણે જલ્દીથી લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકતો હતો. કમર ગનીની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કમર ગનીની પૂછપરછ કરવા માટે અઝજ આવી છે . જેમાં સેન્ટ્રલ આઇબી દરરોજ કમરની પૂછપરછ કરે છે .
ગુનાઇત કૃત્યને અંજામ આપવા ઉસ્માની મુખ્ય કડી આ કેસમાં પાકિસ્તાન કનેક્શન અને ફંડિંગની પણ વિગતો સામે આવી રહી છે , કમર ગની ઉસ્માની સામાન્ય લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે અલગ – અલગ ત્રણ લેયરમાં કામ કરતો હતો . તે લીગલ ટીમના નામે પોતાના અલગ – અલગ સોફ્ટ ટાર્ગેટ સુધી પહોંચીને ધાર્મિક કટ્ટરતાના નામે કોઈની હત્યા કરવા સુધીની મદદ કરવા તૈયારી બતાવતો હતો . શબ્બીર ચોપડા અને તેના જેવા કેટલાય યુવાનોના બ્રેઇન વોશ કરીને ગુનાઈત કૃત્યને અંજામ આપવા સુધીની કડી જોડવાનું પણ કમર ગની ઉસ્માનીએ કર્યું હતું .
શબ્બીર બોલ્યો ’ મૌલાના સાહેબ સલામ જોકે પૂછપરછ દરમિયાન મૌલાના કમર ગની ઉસ્માની માસૂમ હોવાનો ડોળ કરી પોલીસને કહી રહ્યો હતો કે તે શબ્બીરને ઓળખતો નથી અને એકપણ વાત સ્વીકારતો નહોતો , જેથી તપાસ ટીમ ક્રાઇમ થ્રિલર ફિલ્મસ્ટાઇલમાં બીજા રૂમમાંથી શબ્બીરને મૌલાના સામે લાવીને ઊભો રાખી દીધો . બરાબર આ સમયે જ શબ્બીરે મૌલાનાને કહ્યું મૌલાના સાહેબ સલામ આ સાંભળીને કમર ગનીનો પરસેવો છૂટી ગયો . આ સાથે જ કમર ગનીએ કરેલા પાપ અને આ કેસનાં રહસ્યો ખૂલવા લાગ્યાં .
કમર ગની તૈહરી કે ફરોકી ઈસ્લામિક સંગઠનનો અધ્યક્ષ કમર ગની તૈહરી કે ફરોકી ઈસ્લામિક સંગઠનનો અધ્યક્ષ છે . આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું . આ પહેલાં પોરબંદરના સાજણ ઓડેદરાએ પણ મહંમદ પયગંબર વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાથી તેની પણ હત્યા કરવાના હતા . તૈહરી કે ફરોકી ઇસ્લામિક સંગઠન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે , જેથી આ સંગઠન સાથે સોશિયલ મીડિયા પર કોણ કોણ જોડાયેલું છે , કોણ તેની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરે છે , લોકોની અઝજ એ તપાસ શરૂ કરી છે . એ માટે સાયબર એક્સપર્ટ્સની મદદ લેવાઈમાં આવી છે .
અત્યારસુધીમાં 7 શખસની ધરપકડ આ કેસમાં અત્યારસુધીમાં શબ્બીર ચોપડા , ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા , વસીમ બચા , અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.