ડોમીનોઝના ઓરેગાનોના પેકેટમાં જીવિત કીડાઓ હોય તેવો વીડિયો વાયરલ
બદલાતી લાઈફ સ્ટાઈલની સાથે ભારતીયોમાં પિઝાનો ક્રેઝ વધી રહ્યો છે. માત્ર બાળકો જ નહીં દરેક ઉંમરના લોકોને પિઝા પસંદ હોય છે અને કેમ ના પસંદ હોય ? પિઝા હોય છે જ એટલા ટેસ્ટી તો પછી. ક્રન્ચી બેઝ, ચીઝી લેયર અને મનપસંદ ટોપિંગના કારણે તે સૌની ફવેરિટ ફૂડ આઈટમ છે. તેના પર ઓરેગાનો અને પ્રેપકીના સીઝનિંગ તેને વધારે ટેસ્ટી બનાવે દે છે. પરંતુ તમે શું કરો જ્યારે તમારા ફેવરીટ પિઝાને સીઝનિંગમાં કીડા જોવા મળે તો ? જી હા, આ વાત સાચી છે, વાસ્તવમાં ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ડોમીનોઝના સીઝનિંગના પેકેટમાં જીવિત કીડાઓ જોવા મળ્યા હતા. આ કીડાને કારણે ડોમીનોઝના શેરમાર્કેટ ઘણી અસર થઈ હતી. કંપની પાસેથી સ્પષ્ટતા હોવા છતાં, રોકાણકારોનો ઉત્સાહ પણ પડી ભાંગ્યો હતો. આ શેર બંધ થયો હતો. ખુલ્યો ત્યારે ૧,૩૦૬ હતો એમ ૭.૨૬ ટકા ડાઉન થયો હતો. આમ તો ડોમીનોઝ (જુબિલન્ટ ફૂડ વર્કસ) એ ઈન્ટરનેશનલ કંપની છે. વિશ્ર્વભરમાં તેના આઉટલેટ છે પરંતુ ગુડગાંવનો આ વીડિયો વાયરલ થતાવેંત તેના શેરમાં ગાબડુ જોવા મળ્યું છે. ટૂંકમાં ‘ધનેડા’ પણ કરી શકે છે શેર માર્કેટ ડાઉન તે હકીકત આના પરથી સાબિત થાય છે. ભારતના ૨૬૪ સીટિમાં ડોમીનોઝના ૧૧૨૫ પિઝા રેસ્ટોરન્ટ છે.