- ગુજરાતી અને હિન્દી ગીતો ગાઈ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે
રાજકોટ ન્યૂઝ : સંગીત દરેક લોકોને પસંદ હોય છે. ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે કે, જેને સંગીત પસંદ ન હોય. સામાન્ય રીતે દરેક લોકો ગીતો તો સાંભળતા જ હોય છે પરંતુ દરેક લોકોને તેના વિશેનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન નથી હોતું . તેવા જ રાજકોટના સંગીત પ્રેમી ધનંજય ઉપાધ્યાય કે જે નાનાપણથી સંગીતના શોખીન છે . જે આજ રોજ રોયલ એકેડમી હોલ ખાતે સતત બાર કલાક સુધી ગીત ગાઈ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે . તેઓ અલગ અલગ પ્રકારના ગીતો ગાશે . ગુજરાતી તથા હિન્દી ગીતો બ્રેક લીધા વગર ગાઈ રેકોર્ડ પોતાના નામે કરશે . અબતક સાથેની ખાસ વાતચીતમાં ધનંજય ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે મને નાનપણથી સંગીતનો શોખ છે .
તેને વારસામાં સંગીતની ભેટ મળી છે. તેમના દાદીમા સંગીત સાથે જોડાયેલા હતા .વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે તેઓ છેલ્લા 22 વર્ષથી સંગીત સાથે જોડાયેલા છે .તેઓએ એક વખત કોઈ પણ પ્રકારનો બ્રેક લીધા વગર ઘરે સતત છ કલાક સુધી ગીત ગાયા હતા . ત્યાર બાદ તેમણે સતત બાર કલાક સુધી ગીત ગાવાનું નક્કી કર્યું અને તેના માટે તેણે વિવિધ બૂક ઓફ રેકોર્ડનો સંપર્ક કર્યો હતો . તેઓ આજે અલગ અલગ ભાષાના , અલગ અલગ સિંગરના વિવિધ ગીતો બ્રેક લીધા વગર ગાશે અને રેકોર્ડ પોતાના નામે કરશે . વધુમાં જણાવ્યુ હતું કે આજે મારા જીવવાનું સપનું પૂર્ણ થશે . આજે હું સવારના નવથી સાંજના 9 સુધી ગીત ગાવાનો છું . તેમાં ગુજરાતી , હિન્દી તો ખરા જ પરંતુ ભજન પણ ગાવાનો છું . અને ખાસ વાત તો એ છે કે આજે હું 59 વર્ષે પણ સતત 12 કલાક સુધી ગાઇ શકું છું . આ કાર્યક્રમ પાછળનો મારો મુખ્ય હેતુ નિજાનદનો છે કોઈ આર્થિક હેતુ નથી .
સતત 12 કલાક સુધી સિંગિંગ કરવું સરળ નથી :ચંદ્રકાન્ત શેઠ
અબતક સાથેની ખાસ વાતચીતમાં ચંદ્રકાન્ત શેઠે જણાવ્યુ હતું કે રાજકોટ એ સંગીતની નગરી છે . આજે રોયલ એકેડમી હોલ ખાતે 12 કલાકના સિંગિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધનંજય ઉપાધ્યાય રેકોર્ડ બનાવશે . વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે સતત 12 કલાક સિંગિંગ કરવું સરળ નથી પરંતુ તેની ભાવનાથી આ રેકોર્ડ પરિપૂર્ણ થાય તેવું ઈચ્છીએ છે . શહેરમાં અવાર નવાર સંગીતના કાર્યક્રમો થતાં હોય છે ત્યારે આજે આ કાર્યક્રમ સફળ રહે તેવી શુભેચ્છાઓ સાથે આજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં ધનંજય ભાઈનું નામ આવે તેવું ઈચ્છું છું .