રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશન ના પો. ઇન્સ. એમ. વી. ઝાલા સા. તથા પો.સબ ઇન્સ શ્રી પી જે બાટવા તથા એ એસ આઈ એમ ડી મકવાણા તથા પો હેડ કોન્સ બી એચ ગંભીર તથા પો. હેડ. કોન્સ. રવજીભાઈહાપળીયા એમ તથા જયેદ્રસીંહ જેઠવા પો. કોન્સ તથા અજયભાઈ ચૂડાસમા પો. કો. બઘા આજરોજ ધોરાજી તોરણીયા પાટીયે નાકાબંઘીમા હતા.
એ દરમ્યાન જૂનાગઢ તરફથી એક્ટીવા ચાલકને ચેક કરતા તેની પાસેથી ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક 750 એમ.એલ. માપ ની બોટલ મેક્ડોવેલ્સ વ્હિસ્કી બોટલ નંગ- ૯ કિમત.રૂ. ૨૭૦૦/- તથા એક્ટીવા મો સા કી રુ ૧૫,૦૦૦/- મુદામાલ મળી કુલ રૂ. ૧૭,૭૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરેલ છે નીચે મુજબનાં આરોપી પકડી પાડેલ છે (૧) કપીલ ઉર્ફે ટીવૂ દયારામ નીમાવત (૨) નીખીલ બળવંતભાઈ ગોસાઈ રે જેતપૂર