બદલાતી લાઇફસ્ટાઇલની સાથે ભારતીયોમાં પિઝનો ક્રેઝ વધી રહ્યો છે. માત્ર બાળકો જ નહીં દરેક ઉંમરના લોકોને પિઝા પસંદ હોય છે અને કેમ ના પસંદ હોય? પિઝા હોય છે જ એટલા ટેસ્ટી તો પછી.ક્રન્ચી બેઝ, ચીઝી લેયર અને મનપસંદ ટૉપિંગના કારણે તે સૌની ફવેરિટ ફૂડ આઇટમ છે. તેના પર ઑરેગાનો અને પ્રેપકીના સીઝનિંગ તેણે વધારે ટેસ્ટી બનાવી દે છે. પરંતુ તમે શું કરો જ્યારે તમારા ફેવરેટ પિઝાને સીઝનિંગમાં કીડા જોવા મળે તો? જી હા, આ વાત સાચી છે, વાસ્તવમાં ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ડૉમીનોઝના સીઝનિંગના પેકેટમાં જીવિત કીડાઓ જોવા મળ્યા હતા.

આ કીડાને કારણે ડોમીનોઝના શેરમાર્કેટ ઘણી અસર થઈ હતી.કંપની પાસેથી સ્પષ્ટતા હોવા છતાં, રોકાણકારોનો ઉત્સાહ પણ પડીભાંગ્યો હતો. આ શેર રૂ 1,321.80એ બંધ થયો હતો.ખુલ્યો ત્યારે 1,306 હતો એમ 7.26 ટકા ડાઉન  થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.