તુલશીશ્યામ મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
ગીર ગઢડા તાલુકાના તુલશીશ્યામ મંદિર ખાતે ઉના પ્રેસ ક્લબ ઓફ ઉનાના પત્રકાર મિત્રો દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો . જેમાં શ્યામ સુંદર ભગવાનના મંદિરના શિખર પર ધજા ચડાવી પ્રેસ ક્લબ ઓફ ઉના પરીવારે ધન્યતા અનુભવી હતી .
તુલશીશ્યામ મંદિર ખાતે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો તેમા પ્રેસ ક્લબ ઓફ ઉનાના પ્રમુખ જયેશભાઈ ગોંધિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો .તેમા ઉના તેમજ ગીર ગઢડા તાલુકાના પત્રકાર મિત્રો એ હાજરી આપી હતી . તેમાં ધ્વજારોહણ કાર્યક્રમ બાદ તુલશીશ્યામ દર્શનાર્થે આવતા દરેક ભાવી ભકતો એ પ્રસાદનો લાભ લીધો હતો .