ગુજરાતની એકતાને કારણે SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર શરૂ થઈ ગઈ છે અને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ધૈર્યરાજસિંહની સારવાર કરવામાં આવી રહી છે. આજે 16 કરોડનું ઈન્જેક્શન અપાયું હતું.આ ઈન્જેક્શન આપ્યા બાદ ધૈર્યરાજની તબિયત સ્થિર છે.
અમેરિકાથી ધૈર્યરાજસિંહ માટે ઈજકેશન મંગાવવામાં આવ્યું હતું. આજે તેમને ઈજકેશન આપવામાં આવ્યું હતું. ધૈર્યરાજસિંહના માતા-પિતા સામાન્ય પરિવાર છે અને દીકરા માટે 16 કરોડની વ્યવસ્થા કરવા માટે નિઃસહાય હતા. જોકે ગુજરાતીઓએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. આખા ગુજરાતમાં ર ધૈર્યરાજસિંહ માટે ફાળો ભેગો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર બાળક માટે અભિયાન ચલાવવામાં આવ્યું. આ સાથે ગુજરાતી મીડિયાએ પણ ટીવીના માધ્યમથી લોકોને ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે આહ્વાન કર્યું અને જોતજોતામાં દાનના ધોધથી બાળક માટે 16 કરોડ રૂપિયા ભેગા કરી લેવામાં આવ્યા હતા. ત્યારે આજે મુંબઈ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 16 કરોડનું ઈન્જેક્શન અપાયું હતું.
SMA-1 બીમારી કેન્સર કરતા પણ વધુ જોખમી
SMA-1 કેન્સર કરતા વધુ જોખમી છે, જે સૌથી ખર્ચાળ સારવાર છે. આ બીમારીનું પૂરું નામ Spinal muscular atrophy- સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી છે. ગુજરાતીમાં તેને આનુવંશિક કરોડરજ્જુની સ્નાયુબદ્ધ કૃશતા કહી શકાય. આ બીમારીને બીજા શબ્દોમાં Verdunig-Hoffmann કહેવાય છે. ખરેખર તે આનુવંશિક રોગ છે. શરીરમાં એસએમએ-1 જનીનની અભાવને કારણે થાય છે. આ છાતીના સ્નાયુઓને નબળા પાડે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે. આ રોગ મોટે ભાગે બાળકોમાં જ થાય છે. બાળકોના શરીરમાં પાણીની કમી, સાથે સ્તનપાન અને શ્વાસ લેવામાં તકલીફ, આ બધા SMA type-1 ના લક્ષણો છે. આ બીમારીના લીધે બાળકો પોતાની રીતે હરી-ફરી કે બેસી નથી શકતા, અને આની જીવનમર્યાદા વધુમાં વધુ 2 વર્ષની હોય છે.
ક્યા દેશોમાથી આ ઈંજેકશન મંગાવી શકાય છે ?
તબીબી વિજ્ઞાન દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધન પછી, આ રોગનો એકમાત્ર ઇલાજ ઝોલજેન્સ્મા ઈન્જેક્શન છે, જે સ્વિટ્ઝરલેન્ડ સ્થિત નોવાર્ટિસ દ્વારા બનાવવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આ ઈંજેક્શન એક પ્રકારની જીન થેરેપી ટ્રીટમેન્ટ છે. તે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે SMA type-1 થી પીડિત છે તેમને એક વાર જ આપવામાં આવે છે. જો કે ત્યારબાદ જર્મની, બ્રાઝિલ અથવા જાપાન અને અમેરિકામાં આ ઈંજેક્શનનું ઉત્પાદન થવા લાગ્યું. અને હાલ આ જ દેશોમાથી આ ઈંજેક્શન આવે છે.
ઝોલજેન્સ્મા ઇંજેક્શન કેવી રીતે કાર્ય કરે છે ?
SMA type-1 બીમારીથી કરોડરજ્જુના સ્નાયુમાં જે ખોટ ઉભી થાય છે, તેનો નાશ કરવા આ ઝોલજેન્સ્મા ઇંજેક્શન કામ કરે છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કાર્ય કરે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં સુધારો થાય છે. આ થેરાપી પછી, આ રોગ ફરીથી શરીરમાં થતો નથી, કારણ કે ઝોલજેન્સ્મા ઇંજેક્શનથી બાળકના ડીએનએમાં એક નવું જીન ઉમેરાય જાય છે. જેનાથી ભવિષ્યમાં SMA type-1 બીમારી થવાનો ભય રહેતો નથી.
ઝોલજેન્સ્મા ઇંજેક્શન કેટલું અસરકારક છે ?
SMA type-1 બીમારીથી પીડિત 21 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામો માર્ચ 2019 માં આવ્યા હતા. પરિણામો અનુસાર, આ થેરાપી બાદ 21 માંથી 10 બાળકો કોઈપણ ટેકો વિના બેસી શક્યા હતા. સરળ શબ્દોમાં કહીએ તો, આ ઇન્જેક્શન 50% બાળકોમાં સફળ રહ્યું હતું.
દર વર્ષે 60 બાળકો MSA-1નો ભોગ બને છે
બાળકોનો ગંભીર ગણાતો આ રોગ વિશ્વમા ફેલાય પણ ઝડપથી રહ્યો છે. બ્રીટનમા દર વર્ષે આશરે 60 બાળકો જન્મે છે જે આ રોગથી પીડાય છે.
શા માટે આ દવા ખર્ચાળ છે ?
આ ઇન્જેક્શન મોંઘું છે, પરંતુ સંશોધનના પરિણામો દર્શાવે છે કે તે ખૂબ અસરકારક પણ છે. આ થેરાપીએ ઘણા બાળકોનું જીવનકાળ વધાર્યું છે. હકીકતમાં, ઝોલાજેનેસ્માએ ત્રણ જીન ઉપચારમાંથી એક છે જેના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર એસએમએની સારવારમાં આ દવા દર્દીને ફક્ત એક જ વાર આપવામાં આવે છે, તેથી તે મોંઘું છે. તેની બનાવટ પણ ખર્ચાળ છે.