રમત ગમત મેદાન ફરતે દિવાલ ચણી ગેટ ઉપર તાળા મારી દેવાતા જાગૃત વકીલ સહિત નાગરિકો દ્વારા કરાયેલી પીઆઈએલ દાખલ કરીને હાઇકોર્ટ દ્વારા જવાબ મંગાયો
રાજકોટમાં વર્ષોથી યુવાનો બાળકોના રમત ગમત માટે વપરાતું ધર્મેન્દ્રસિંહજી કોલેજનું મેદાન શાસકો દ્વારા છીનવી લેવા સામે દાખલ થયેલ પી.આઈ.એલ.માં ગુજરાત હાઈકોર્ટે સ2કા2, રાજકોટ કલેકટ2 અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ ઇસ્યુ કરવા હુકમ કર્યો છે.
રાજકોટની મધ્યમાં આવેલ ડી.એચ.કોલેજને લાગુ રમતગમતનું મેદાન કે જે રાજકોટના રાજવી કુટુંબે પ્રજાના ઉત્કર્ષ, વિકાસ અને રમતગમતને પ્રોત્સાહિત કરવા રાજકોટની પ્રજાને ભેટ આપેલ છે અને તે મેદાનનો રાજકોટની પ્રજા આશરે 100 વર્ષ ઉપરાંતથી ઉપયોગ કરી રહી છે. તે છીનવી લેવાના પ્રયાસરૂપે શાસન દ્વારા ફરતી કમ્પાઉન્ડ વોલ અને આશરે સાત જેટલા ગેટ મુકી તાળાં મારી દઇ યુવાનો બાળકોને તેનો રમતગમત માટે ઉપયોગ કરતા અટકાવવાના પ્રયાસ સામે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ મારફત પબ્લીક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પી.આઈ.એલ.) દાખલ કરાઇ છે.
ઉપરોકત પી.આઈ.એલ.ની વિગતો મુજબ ભારત દેશની આઝાદી પુર્વે આશરે 1937માં રાજકોટના રાજવી કુટુંબે પ્રજાના હિતાર્થે અને પ્રજાના બાળકો રમતગમત પ્રત્યે આકર્ષાય અને પ્રોત્સાહિત થાય તે વાસ્તે રાજકોટ શહે2માં ડો. યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ. કોલેજને લાગુ મેદાન આપેલ છે. તેનો પ્રજાજનો અને રાજકોટ શહે2ના બાળકો વર્ષોથી ભરપૂર અને રમતગમત માટે ઉપયોગ કરી રહયા છે.
તે મેદાનનું મેઈન્ટેનન્સ અને વહીવટ રાજકોટના રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આ મેદાનને લાગુ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, કોટક સાયન્સ કોલેજ, એ.એમ.પી. લો કોલેજ, એ.વી.પી.ટી. ઈન્સ્ટિટયુટ, એન.સી.સી.ઓફીસ વિગેરે આવેલ છે અને તે તમામ શૈક્ષણિક સંકુલોના વિધાર્થીઓ પણ રમતગમતના હેતુ માટે ઉપયોગ કરી રહેલ છે.
ડી.એચ. કોલેજ કેમ્પસનો કુલ એરીયા 1,08,699 ચો.મી. છે, તેમાંથી 17,396 ચો.મી. જગ્યાનું ખુલ્લું મેદાન આવેલ છે. આ ખુલ્લું મેદાન અને કેમ્પસનો રાજકોટના પ્રજાજનો, બાળકો અને યુવાનો ઉપયોગ ન કરી શકે તેના માટે ઉંચી ઉંચી દિવાલો કરી તેને ગેટ મુકી વપરાશ, ભોગવટો બંધ થાય તેવા પ્રયાસો સતાધિકારીઓ મારફત થતાં રાજકોટના જાગૃત નાગરિકો – ગોપાલભાઈ ત્રિવેદી એડવોકેટ તથા અન્ય 16 વ્યક્તિઓ (સચીન વોરા, નદીમ બરાદી, રક્ષીત કાકડીયા, ચિરાગ તરાવીયા, ધવલ રાજાણી, નિરવ વોરા, મયુર ભીમાણી, બૌધીક અજમેરા, ભાગ્યેશ સાદરીયા, અભય વોરા, જગદીશ ધનવાણી, રવિન્દ્રસિંહ જાડેજા, મોહિત ત્રિવેદી, પ્રશાંત ત્રિવેદી, નીખીલ ઓઝા) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરી સતાધિકારીઓને પ્રજાના હિત વિરૂધ્ધ રોકવા દાદ માંગવામાં આવી હતી. જે તે પી.આઈ.એલ. દાખલ કરી ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર, જિલ્લા કલેકટ2 રાજકોટ તથા રાજકોટ મ્યુ. કોર્પો.ને નોટિસ ફટકા2તાં સનસનાટી પ્રસરી ગઈ છે. આ કામમાં રાજકોટના પ્રજાજનો વતી પી.આઈ.એલ.માં ગુજરાત હાઈકોર્ટના બ્રિજ વિકાસ શેઠ તથા રાજકોટના ગોપાલભાઈ ત્રિવેદી અને વિકાસ કે. શેઠ એડવોકેટ દ2જજે રોકાયા છે.