સિંગલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતને રાષ્ટ્રિય લેવલે સિદ્ધિ અપાવતા રાજવર્ધનસિંહ ગેહલોત
સિંગલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતને રાષ્ટ્રિય લેવલે સિદ્ધિ અપાવતા રાજવર્ધનસિંહ ગેહલોત રાજ્યના IBના વડા તથા ઇન્ચાજ એસીબી વડા અનુપમસિંહ ગેહલોતના સુપુત્ર રાજવર્ધનસિંહની સિદ્ધિને DGP ગુજરાત આશિષ ભાટિયા દ્વારા બિરદાવામાં આવી છે. અનુપમસિંહ ગેહલોતના યશસ્વી પુત્રએ શૂટિંગ સ્પર્ધામાં ઉત્કળષ્ટ પ્રદર્શન કરી રીનોવડ શૂટર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
રાજવર્ધનસિંહની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ તેને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા મુખ્ય પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા ૪ લાખ સ્કોલરશિપ તરીકે આપવામાં આવી છે. સ્કોલરશીપ અપાતા શુભેચ્છક વર્ગમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
આજના યુવાધનમાં રમતને લઈને કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈ પણ ક્ષેત્રમાં તારલાઓ દેશના રોશન કરી રહ્યા છે ત્યારે પિતા જેવા જ સાહસિક પુત્ર રાજવર્ધનસિંહ દ્વારા થોડો સમય પહેલા જ ગાંધીનગર ખાતે ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્સ અકાદમી દ્વારા યોજાયેલ ૪૦મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
સિંગલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધામાં વ્યકિતગત જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય પોલિસ તંત્ર અને ગહેલોત પરિવારને રાષ્ટ્રિય લેવલે સિદ્ધિ અપાવી હતી. રાજવર્ધન સિહ ગત વર્ષે પંજાબના પતિયાલા ખાતે યોજાયેલ પ્રી નેશનલ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા કવોલિફાઈડ બન્યા હતા.