ઈન્ડિગોની હવાઈ સેવા દિવસે ને દિવસે કથળતી જોવા મળી રહી છે.11 માર્ચ સોમવારે જ અમદાવાદથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગોના એક પ્લેનનું એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. દેશમાં આ સમયે ઈન્ડિગો અને ગોએર પાસે એ-320 નિયો સીરિઝના એન્જિનવાળા 11 પ્લેન છે આ વાતને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ તેની 47 ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરી દીધી છે.
11 પ્લેનમાંથી 8 ઈન્ડિગો અને 3 ગો એર પાસે છે. તેમાં ખરાબ પ્રેંટ અને વ્હિટની એન્જિન લગાવવામાં આવ્યા છે. ડિજીસીએએ તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.ડિજીસીએનું કહેવું છે કે, ઈન્ડિગો અને ગોએરએ તેમના આ એન્જિનમાં કોઈ સમારકામ કરાવ્યું નથી. સિવિલ એવિયેશન સેક્રેટરી આરએન ચૌબેએ આ વિશે પહેલાં પણ સંકેત આપ્યા હતા.
ડિજીસીએના જણાવ્યા પ્રમાણે, યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. ડિજીસીએએ 13 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તેઓ પ્લેનની ખામીઓને તપાસી રહ્યા છે.