રાજયના પોલીસ વડા પ્રમોદકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા
શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે ગત વર્ષે તૈયાર કરાયેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજયના ડીજી કપનો પ્રારંભ થયો છે. ડીજી કપના ઉદઘાટન પ્રસંગે રાજયના પોલીસ વડા પ્રમોદકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ રાજયના જુદી જુદી રેન્જના પોલીસ સ્ટાફ વચ્ચે રમાતા ક્રિકેટ ટૂર્નામેન્ટ આ વર્ષે રાજકોટ ખાતે રમાનાર છે. ટુનામેન્ટની મુખ્ય જવાબદારી અમદાવાદ રૂરલના એસપી રાજેન્દ્ર અસારીએ સંભાળી છે. ડીજી કપના ઉદઘાટન સમારંભમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજયના પોલીસ વડા પ્રમોદકુમારે ટૂર્નામેન્ટના કારણે પોલીસ સ્ટાફમાં ખૂટતી કડી પુર્ણ થાય છે અને એક બીજાને માહિતીનું આદાન પ્રદાનથી પોલીસનું કામ પણ સરળ બને છે. ટૂનામેન્ટમાં કુલ ૨૪ વનડે અને ૧૦ મેચ રમાશે તમામ મેચ વડોદરા ખાતે રમાનાર હોવાનું અમદાવાદ રૂરલના એસપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું.
રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે ક્રિકેટ ટૂનામેન્ટથી વાતાવરણ સુમેળ ભર્યુ રહે છે. વન-ડે મેચ રાજકોટને ફાળવવામાં આવ્યા છે તેનો આનંદ વ્યક્ત કરી રાજકોટ પોલીસ ટીમનો ડીજી કપમાં રેકર્ડ સારો હોવાનું કહી સ્પર્ધામાં ભાગ લેતી તમામ ટીમને શુભેચ્છા પાઠવી હતી.
રાજયના પોલીસ વડા પ્રમોદકુમાર રાજકોટ આવ્યા હોવાથી રાજકોટ શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉપસ્થિત રર્હ્યા હતા. ત્યારે ડીજીપી પ્રમોદકુમારે રાજકોટના પોલીસ હેડ કવાર્ટરની પીચ પર બેટીંગ કરી ટુનામેર્ન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.