૭૦માં ગણતંત્ર પર્વ નિમિતે રાજકોટ ખાતે ઘ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તેમજ રાજકોટના નિવાસી અધિક કલેકટર પરિમલભાઈ પંડયાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ. આ ગણતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શહેરની વિવિધ શાળા તેમજ સંસ્થાઓએ ભાગ લઈ બાળકોએ પોતપોતાના કૌશલ્યો રજુ કર્યા હતા.
એકરંગ માનસિક વિકલાંગ બહેનોની સંસ્થાની દિવ્યાંગ દિકરીઓએ આ કાર્યક્રમમાં સુંદર સૌરાષ્ટ્રી ગરબો રજુ કરીને પોતાની કલા પ્રદર્શિત કરી હતી. સામાન્ય બાળકોએ રજુ કરેલ કૃતિઓની વચ્ચે પણ આ દિવ્યાંગ બાળાઓની કૃતિ અલગ તરી આવતી હતી. દિવ્યાંગ બાળાઓએ પણ ગણતંત્ર પર્વ નિમિતે ગુજરાત અને સૌરાષ્ટ્રની કલા પ્રદર્શિત કરીને ગણતંત્ર પર્વ ઉજવ્યો હતો