સવેશ્વર ચોકમાં એક સપ્તાહ પૂર્વે ગરાસીયા યુવાન પર ખૂની હુમલો કરવાના ગુનામાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કર્યા બાદ આગોતરા જામીન અરજીની આવતીકાલે સુનાવણી થાય તે પુર્વે લોક સાહિત્યકાર દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા તેની હત્યાની કોશિષના ગુનામાં ધરપકડ કરી છે.

રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગના પ્રશ્ર્ને પટેલ પરિવાર અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે થયેલા ઝઘડાના કારણે વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ સંપતસિંહ રાણા સાથે ઘર્ષણ થયું હતું. પટેલ પરિવાર અને રાણા પરિવાર વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન લંડન સ્થીત જય પટેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી એન્ટ્રી થઇ હતી અને તેને વિદેશથી ઇન્સ્ટાગ્રામ દ્વારા બેફામ વાણી વિલાશ કર્યો હતો.

ACP ભાર્ગવ પંડ્યાએ સંબોધી પ્રેસકોન્ફરન્સ

Screenshot 5 11
ACP ભાર્ગવ પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને માહિતી આપતા જણાવ્યું હતું કે 7 ડિસેમ્બરે સર્વેશ્વર ચોક નજીક મયૂરસિંહ રાણા પર દેવાયત ખડવે હુમલો કર્યો હતો. જેની ફરિયાદ મયૂરસિંહ રાણાએ એ ડિવિઝનમાં નોંધાવી હતી. હુમલો કરવામાં દેવાયત ખવડ સાથે અન્ય બે શખ્સ પણ હતા . આથી પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાજર થયા છે. તેની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી દેવાયત ખવડના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

દેવાયત ખવડે પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી આવતીકાલે થાય તે પૂર્વે બપોરે દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા ડી.સી.પી. ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા અને એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે હત્યાની કોશિષના ગુનામાં ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.