બીજા તબકકાના કેમ્પમાં ૪૦૦ દિવ્યાંગોને જયપુર ફુટનું વિતરણ કરાશે
આગામી તા. ૬-૧ તેમજ તા. ૨૧-૬ એમ બે તબકકામાં ભવ્ય દિવ્યાંગ કેમ્પનું આયોજન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર તથા ભારત વિકાસ પરિષદ આનંદનગર અને સુરેન્દ્રનગર દ્વારા થઇ રહ્યું છે. આ કેમ્પમાં અમેરીકાની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન ફોર કલેકટીવ એકશન કેલીફોનિયા (અમેરીકા) તથા માનવ સેવા મુર્તિ તથા અગ્રણી દાતા અને રાષ્ટ્રપ્રેમને વરેલા એનઆરઆઇ નગીનભાઇ જગડા તથા ભુપેનભાઇ મહેતાના આર્થિક સહયોગથી થઇ રહ્યો છે.
આ દિવ્યાંગ કેમ્પનો પ્રથમ તબકકો તા. ૬-૧ શનિવારે સવારે ૯ કલાકે એમ.પી.શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર મુકામે સવારે ૯ વાગ્યે રાખવામાં આવેલ છે. જેમાં ઉપરોકત લાભ લેવા ઇચ્છતા દિવ્યાગો એ સવારે ૯ કલાકે આવવાનું રહેશે જેમાં જયપુર ફુટના નિષ્ણાત દ્વારા આશરે ૪૦૦ જેટલા દિવ્યાગોનું માપ લેવામાં આવનાર છે. ત્યારબાદ બીજા તબકકામાં એ જ સ્થળે તા. ર૧-૧ ના રોજસવારે ૯ કલાક આ તમામ દિવ્યાંગોને સાધન સહાય આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ કેમ્પનો લાભ લેવા દિવ્યાગો એ ડો. રાજેન્દ્રસિંહ ઝાલા ૯૯૯૮૯ ૬૮૧૫૭ ને તા.પ સુધીમાં નામ નોંધવાનું રહેશે. દિવ્યાંગ કેમ્પમાં ડો. કમલેશભાઇ પરીખ, પ્રકાશભાઇ મહેતા અને હેમતસિંહ ડોડીયા આ કેમ્પના સંયોજક તરીકે સેવા આપનાર છે. આ કેમ્પને સફળ બનાવવા માટે જેઠસુર ગુજરીયા, દિપકગીરી ગોસાઇ, ડો. મનોજ રાવલ, ડો. આઇ.કે.દવે, પ્રફુલભાઇ ગોસ્વામી, જહેમત ઉઠાવી રહ્યા છે.
આ અંગેની વિગતો આપવા પ્રફુલભાઇ ગોસ્વામી, જેઠસુરભાઇ ગુજરીયા, કરશનભાઇ મેતા, દયાળજીભાઇ રાઠોડ, વિનુભાઇ આસોદરીયા, જયંતિભાઇ ચૌહાણ, રાકેશભાઇ સોરઠીયા, વિઠ્ઠલભાઇ સોજીત્રા, નયનભાઇ ગંધા, બકુલભાઇ દુધાગરા, કીરીટભાઇ મૈયડ એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.