પર્વાધિરાજ પર્યુષણ પર્વના પ્રવચન રૂપ પરમાત્મા પ્રસાદ વ્યાખ્યાનમાળા, ધાર્મિક ગેઇમ, પર્દાપણ અખંડજાપ, આરાધના સહિત ધાર્મિક કાર્યક્રમો સરવાણી

કાલથી જૈનોના ત્યાગ, તપ, આરાધનાનું મહાપર્વ  પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. મન, વચન અને કાયાની શુઘ્ધિનું આ પર્વ અનેરા ધર્માલ્લાસ સાથે તપ, ત્યાગ તથા આરાધના સાથે ઉજવાશે આ વર્ષ દેરાવાસી તથા સ્થાનકવાસી જૈનોના એક સાથે પર્યુષણ ઉજવાશ. જિનાલયો તથા સ્થાનકવાસી ઉપાશ્રયોમાં મંડપ, કમાન રચાયા છે. જિનાલયોમાં રોશનીના શણગાર કરાયા છે. ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્માએ જૈન  આગમોમાં ભાદરવા સુદ પાંચમ સવંત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પરંતુ મહાપુરૂષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભુમિકા રૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મપ્રેમીઓ, વધારેમાં વધારે સમય ધાર્મિક, અનુષ્ઠાનો પ્રાર્થના, સામાયિક, પોષધ, પ્રતિક્રમણ તપ-જય કરી ધર્મ ઘ્યાનમાં સતતરત રહે તે હેતુથી આઠ દિવસ પર્યુષણ પર્વની પરંપરા ચાલુ કરેલ છે. કાલેથી પર્વાધિરાજ પર્યુષણ  પર્વનો શુભારંભ થશે.

DSC 9610

  • શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા પયુષણ પર્વમાં પ્રતિક્રમણ કરવા આયોજન

જૈનોનાં પવિત્ર તહેવારમાં પર્યુષણનો પ્રારંભ તા.24-8-2022 નાં બુધવારનાં રોજ થઈ રહેલ છે. જે અંતર્ગત સ્વ.મુળવંતભાઈ દોમડીયાનાં આશીર્વાદથી છેલ્લા 10 વર્ષથી કાર્યરતસ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ જ પયુર્ષણ મહાપર્વ માં રાજકોટ શહેરમાં આશરે 50 જેટલા સ્થળોએ પ્રતિક્રમણ કરાવવાની સુંદર વ્યવસ્થા દરરોજ સાંજે 7 વાગ્યે કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં ભાઈઓ માટે  વિરાણી પૌષધશાળા – કોઠારીયા નાકા, જૈન ભવન-જાગનાથ પ્લોટ, શ્રી રોયલ પાર્ક ઉપાશ્રય-રોયલ પાર્ક, ભકિતનગર ઉપાશ્રય-ભકિતનગર સોસાયટી,  શેઠ ઉપાશ્રય- 150 ફુટ રીંગ રોડ,  વિતરાગ-નેમીનાથ ઉપાશ્રય-ગાંધીગ્રામ,  ગીત ગુર્જરી ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય, જૈન ચાલ ઉપાશ્રય, શ્રમજીવી ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, સદર ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, રામકૃષ્ણનગર ઉપાશ્રય, જંકશન પ્લોટ ઉપાશ્રય, ઉવસ્મગહરં સાધના ભવન, રૂષભદેવ ઉપાશ્રય, રેસકોર્ષ પાર્ક ઉપાશ્રય, વિમલનાથ ઉપાશ્રય, સી.એમ.શેઠ – સીલ્વર હાઈટ્સ, નાના મવા સર્કલ, સંઘાણી વૈયાવચ્ચ કેન્દ્ર – માલવીયાનગર, શાંતિનાથ ઉપાશ્રય, 7-એ: મીલપરા, વૈશાલીનગર ઉપાશ્રય ઉપરાંત ભાઈઓ-બહેનો માટે ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય, નાલંદા ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય-150 ફુટ રીંગ ઉપાશ્રય, ઉવસ્મગહરં સાધના ભવન, જૈન ચાલ ઉપાશ્રય, શ્રમજીવી ઉપાશ્રય, શેઠ પૌષધશાળા-12/15 મનહર પ્લોટ, દિનાબેન દોશી – નવપદ, 2 તીરૂપતિનગર, ભાનુબેન ગોડા – તક્ષશિલા એપાર્ટમેન્ટ, વિનોદભાઈ શાહ – રાજપથ એપાર્ટમેન્ટ, પંચવટી સોસા., મનહરભાઈ મહેતા- અહમ, 1-સોમનાથ સોસાયટી, સુક્ધયા તીર્થ ધામ – ક્રિસ્ટલ મોલ પાસે, નિશાબેન શાહ – રાજવૈભવ, પ્રદ્યુમન ગ્રીન સીટી,

ઓમકાર ટાવર્સ, 1-બ તીરૂપતીનગર, તારાબેન દોમડીયાઅરીહંત, 11-ગોકુલધામ, રતીલાલ જેચંદ દોશી – 9પંચનાથ પ્લોટ, મુળવંતભાઈ દોમડીયા – 7 કોટક શેરી, શિલ્પાબેન શાહ : જનકલ્યાણ સોસાયટી, અતુલભાઈ કુંભાણી – સીલ્વર કલાસીક, અમીન માર્ગ, જ્યોતિબેન પારેખ – અજય એપાર્ટમેન્ટ, રજનીબેન બાવીસી- 39 ન્યુ જાગનાથ, જય જીનેન્દ્ર આરાધના ભવન, જન્કલ્યાણ કોમ્યુ. હોલ, જનકલ્યાણ એપાર્ટમેન્ટ, પ-સરદારનગર, અનીલભાઈ બદાણી – સમર્થ ટાવર્સ, અક્ષર માર્ગ, ડોલરભાઈ કોઠારી – 10- સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, પ્રફુલભાઈ શાહ – અનુરાગ, 6-છોટુનગર રાજકોટ ખાતે પર્યુષણ પર્વ દરમ્યાન પ્રતિક્રમણ કરવાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

  • જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ

શ્રી જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈના સંઘના આંગણે પ.પૂ. યંન્યાસ પ્રવર સત્વબોધિ મ.સા. આદી સાધુ – સાઘ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિ ભવ્ય પર્યુષણ મહાપર્વ આરાધના પૂજયની નિશ્રામાં દરરોજ સવારે 9 વાગ્યાની વ્યાખ્યાન ધર્મનાથજી જિનાલયમાં દરરોજ પરમાત્માને સાચા પુષ્પોની આંગી તથા સાચી ડાઇમંડ આંગી ઓથી અંગરચના રાત્રે 9 કલાકે દરરોજ સુપ્રસિઘ્ધ ભકિતકાર દિનેશભાઇ પારેખ ભકિત કરાવશે. સર્કલ સંઘે પધારવા વિનંતી જાગનાથ સંઘ ટ્રસ્ટી મંડળ કાર્યરત છે.

  •   ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ

શ્રી ગોડલ રોડ વેસ્ટ સ્થાનક્વાસી જૈન સંઘ માં પવોધિરાજ પર્યુષણ પવે પ્રવચન પ્રભાવિકા પૂ અજીતાબાઈ મ.સ આદીઠાણા 3 ની નીશ્રામાં ઉજવાશે.

તા 24/8 બુધવાર થી પયુષેણ પવે ના પ્રવચનરૂપ પરમાત્મા પ્રસાદ વ્યાખ્યાનમાળા સવારે 9.30 થી સ્વાશ્રય હોલ મવડી મે. રોડ ખાતે “ડુંગર દરબાર” માં રાખવામાં આવેલ છે.

બપોરના વિશિષ્ટ જાપ દ્વારા આત્મ સ્થિરતા નો અનુભવ, તે ઉપરાત  ધામિેક ગેઈમ જેમાં ફાસ્ટ મેમરી., કવીઝ, વન મીનીટ, હાઉસી, પ્રશ્રનોતરી ઉપરાંત શોધો રાજકોટમાંથી રાખવામાં આવેલ છે. પૂ. શ્રી ની સંસ્કાર જ્ઞાાન શીબીર નો લાભ મળશે.

પવોધિરાજ પર્યુષણ પવોેત્સવ પદોપણ પ્રસંગે સવારે 7.00 થી સાંજે 7.00 બાર કલાક ના અખંડજાપ જેમાં દર કલાકે બે આરાધકો આરાધના માં જોડાશે. પ્રાથેના સવારે 6.30 થી 7.15 સાંજે પ્રતિક્મણ 7.00 કલાકે ભાઈઓ તથા બહેનો માટે ઉપાશ્રયે રાખવામાં આવેલ છે સંઘ જમણ સ્વામી વાત્સલ્ય તા 4.9.22 ને રવિવારે સરદાર હોલ ખાતે રાખવામાં આવેલ છે.

  • રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે
  • કચ્છના પુનડી ગામમાં ઉજવાશે 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ
  • ગુરૂપુષ્પ નક્ષત્ર યોગમાં પાંચ કરોડ પંચ પરમેષ્ઠી ઉર્જા જપ સાધના અનુષ્ઠાન યોજાશે

કચ્છની રળિયામણી ધરા પર વસેલા પુનડી ગામના શાંત સુંદર વાતાવરણમાં એક સાથે 42 સંત – સતીજીઓ સાથે ચાતુર્માસ બિરાજી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આગામી 24વિં ઓગસ્ટ, 2022 થી 31 ઓગસ્ટ, 2022 સુધી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અંતર્ગત આયોજિત ક્ષમાપના ઉત્સવની આરાધનાનો લાભ લેવા માટે સમગ્ર પુનડીના જૈન પરિવારો ઉપરાંત ક્ષત્રિય, પટેલ, વૈષ્ણવ આદિ દરેક જ્ઞાતિના ભાવિકો સાથે વિવિધ ક્ષેત્રોથી લાખો ભાવિકો આઠ-આઠ દિવસ સુધી આત્મસાધના કરવા ઉત્સાહી બની રહ્યા છે. આઠ દિવસના આ ક્ષમાપના ઉત્સવ અંતર્ગત દરરોજ સવારે 7:00 થી 8:00 કલાકે આત્મશુદ્ધિના વિશિષ્ટ પ્રયોગ-આત્મ હળવાશની અનુભૂતિ કરાવતા ઇતર ક્લીનિંગ કોર્ષ અંતર્ગત વિવિધ પ્રકારની ધ્યાન સાધના કરાવવામાં આવશે. એની સાથે દરરોજ સવારે 8:30 થી 11:30 કલાકે પ્રભુનો બોધ આપતી પરમ પ્રવચનધારા’

DSC 9611

પરમ ગુરુદેવ તેમજ પૂજ્ય સંત-સતીજીઓના શ્રીમુખેથી ફરમાવવામાં આવશે. દરરોજ બપોરે 2:00 કલાકે જીવન સાર્થકતાનો બોધ પમાડતા પ્રેરણાત્મક અવસર પ્રેરણાનું પાથેય’ના આયોજન સાથે દરરોજ સાંજના 7:00 કલાકે પાપ વિશુદ્ધિની સાધના સ્વરૂપ પ્રતિક્રમણની આરાધના કરવામાં આવશે રાત્રિના સમયે દરરોજ 8:30 થી 9:00 કલાક દરમિયાન ભક્તિ તેમજ 9:00 થી 10:00 રાત્રી પ્રવચનમાળા સાથે રિલીજીયન એન્ડ રિયાલિટી અંતર્ગત આજની જનરેશનના યંગસ્ટરના મનમાં ઉઠતા પ્રશ્નોનું સમાધાન મળે તેવું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.

વહેલી સવારથી રાત્રિ સુધીના આત્મહિત કરાવી દેનારા આવા અનુષ્ઠાનની સાથે વિશેષરૂપે પર્વાધિરાજ પર્વના દ્વિતીય દિવસે 25મી ઓગસ્ટ, 2022ના ગુરુ પુષ્ય નક્ષત્રના અમૃત યોગમાં વહેલી સવારે 7:15 થી 8:30 કલાકે પાંચ કરોડ પંચ પરમેષ્ઠી ઉર્જા જપ સાધનાના વિશિષ્ટ અનુષ્ઠાનમાં દેશ-વિદેશના ભાવિકો સાથે વિવિધ ક્ષેત્રમાં બિરાજી રહેલા પૂજનીય સંત-સતીજીઓ, વિવિધ શ્રી સંઘો તેમજ અનેકવિધ પ્રતિષ્ઠિત હસ્તીઓ જોડાઈને વિશ્વશાંતિ અને વિશ્વ માંગલ્યના તરંગોનું પ્રસારણ કરશે.

માંગલ્યભીના આવા આયોજનોની સાથે કચ્છની ધરા પર પહેલીવાર જૈન દર્શનના ગૌરવવંતા પાત્રો અને પ્રેરણાત્મક

ઘટનાઓને તાદ્રશ્ય કરતી અંતરદ્રષ્ટિ ઉજાગર કરી દેનારી બેજોડ પેઇન્ટિંગ્સની કલાત્મક આરાધ્યા આર્ટ ગેલેરી સર્જાશે. ઉપરાંતમાં દરરોજ સવારે પ્રવચન સમયે આ ભવ અને ભવોભવનું પરિવર્તન કરાવી દેનારી પ્રેરક નાટિકાઓ અને હૃદયસ્પર્શી દ્રશ્યાંકનની સ્પેશિયલ પ્રસ્તુતિ કરવામાં આવશે. તેમજ વસ્ત્રદાન, અન્નદાન, જ્ઞાન દાન, જીવન આવશ્યક વસ્તુઓના દાન આદિ આઠ પ્રકારના દાનના આયોજન કરવામાં આવ્યું છે

  • પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં
  • જશાપરમાં કાલથી પર્વાધિરાજ પર્યુષણ પ્રવચન માળાનું આયોજન

DSC 9605

જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પ્રથમવાર ચાતુર્માસ નિશ્રાદાતા પૂ. ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં તા. 24 થી 31 ઓગસ્ટ સુધી રોજ સવારે 9.30 થી 10.30 કલાકે પર્યુષણ પર્વ નિમિતે પ્રવચનમાળામાં તા.ર4 ના સોહમની શોધ તા. રપ ના જીવનનું સૌદર્ય તા. ર6 ના ઘરને સ્વર્ગ બનાવો તા. 27 ના પુરૂષાર્થની પગદંડી તા. 28 ના રવિવારે મહાવીર જયંતિ તા. ર9 ના ક્રોધનો ઓળખો. તા. 30 ના હસતા રહો તા. 31 ના દાન કરતા રહો. તેમજ સંવત્સરીના બપોરે 2.30 થી 4 કલાકે આત્મ વિશુઘ્ધિ આલોયણા યોજાયેલ છે. યુ ટયુબમાં DHEER PRAVACHAN DHARA ચેનલમાં લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.