જીવનનગરમાં તુલસી વિવાહમાં પ્રેરક કાર્ય: ભેટ-સોગાદ જરૂરતમંદોને આપવામાં આવશે
દેવ ઉઠી અગીયારસ-દેવદિવાળી પર્વે શહેરમાં વિવિધ જગ્યાએ તુલસીવિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર ગૌધુલીક સમયે યોજાયેલા આ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.
જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગિરક મંડળ, રામેશ્ર્વર મહાદેવધામ સમિતિ, મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે તુલશી વિવાહ ભાવપૂર્વ સંપન્ન થયું હતું. ભગવાનના લગ્ન સમારોહમાં આવેલી ભેટ-સોગાદો જરૂરીયાતમંદને આપવામાં આવશે. શ્રદ્ઘાળુઓ ભાવવિભોર બન્યા હતા.
સમિતિના પ્રમુખ-એડવોકેટ જયંત પંડયાએ મહાદેવધામમાં હાજરી આપેલ તમામ સોસાયટીઓનું અભિવાદન કરી, મહાદેવધામ માનવ મંદિરની સ્થાપના વાસ્તવમાં સફળ થઈ છે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા, બ્રહ્મસમાજ, તિરૂપતિ સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધાર્મિક વિધિ-વિધાનમાં જોડાયા હતા. સમિતિએ પ્રસાદનું વિતરણ ર્ક્યું હતું. લોકોની આસ્થાને વંદન કરવામાં આવેલ હતું.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટે જણાવ્યું કે આ ધાર્મિક કાર્યક્રમમાં લોકો સ્વયંભુ જોડાયા હતા.સોનલબેન વરૂ પિરવાર, ચાંદની ગોર પિરવારે ભગવાનના લગ્નમાં ભાગ લઈ ઉત્સાહ બતાવ્યો હતો. પૂજારી પ્રવિણભાઈ જોશી અને એનાઉન્સર ચેતન સવાણીએ સંકલન કરી ધાર્મિક વિધિનું મહત્વ સમજાવેલ.
મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, કલ્પનાબેન દવે, કવિતાબેન, હર્ષિદાબેન, નેહાબેન, પારૂલબેન ભટ્ટ કેનેડા, ક્રિશ્ર્નાબેન પંડયા, સરોજબેન ભટ્ટ, જયશ્રીબેન મોડેસરા, પ્રફુલ્લાબેન બોરીયા, ભાબેન ગોહેલ, સોનલબેન વરૂ, આરતીબેન, અલ્પાબેન, સંગીતાબેન, ગીતાબેન મહેતા, હિમાબેન, કૃપાબેન, સમિતિના વિનોદરાય ભટ્ટ, કેતનભાઈ મક્વાણા, પાર્થ ગોહેલ, રવિ પરબતાણી, વિનુભાઈ ઉપાધ્યાય, ગોવિંદભાઈ ગોહેલ, પંકજભાઈ મહેતા, હસુભાઈ સોની, જતીન મોડેસરા, રાજેશ મોડેસરા, સહિત કાર્યક્રરોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજનનું સંકલન એનાઉન્સર ચેતનભાઈ સવાણીએ ર્ક્યું હતું.