વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને શ્રીનાથધામ હવેલીના ઉપક્રમે
અંબિકા ટાઉનશીપથી શ્રીનાથ ધામ હવેલી સુધી વરણાંગી નિકળી: બાઇક, કાર ચાલકો સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયાં: ગૌ પુજન, સેવાકીય પ્રવૃતિઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાં
જગદગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જન્મોત્સવ વૈષ્ણવાચાર્ય વૃજરાજ મહોદયના મંગલ આશીવાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી.વાય.ઓ. ના આયોજનથી ઉજવાઇ ગયો અંબિકા ટાઉન શીપથી શ્રીનાથ ધામ હવેલી પધારી હતી. રસ્તાઓ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં કેસરી વસ્ત્રો પહેરીને ભાઇઓ-બહેનો ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા. બહેનો દ્વારા રાસની રમઝટ અને જયઘોષ શોભાયાત્રાનું આકષણ બન્યું હતું. બુલેટ સવાર, બાઇક સવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહાપ્રભુજીની સુશોભિત બગીમાં મહાપ્રભુજી શોભાયમાન થયાં હતા. વિવિધ ફલોટસ સાથેની વરણાંગી શહેરના માર્ગો ઉપર ફરી હતી. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજીત આ જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જન્મોત્સવે નીકળેલ વરણાંગી શોભાયાત્રામાં વિવિધ સમિતિના ભાઇઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વૃજરાજકુમાર મહોદયના વડપણ તળે નીકળેલ શોભાયાત્રામાં ગૌશાળામાં ગૌપુજન સહિતના કાર્યક્રમો પણ યોજાયાં હતા.
રાજકોટના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન- વી.વાય.ઓ. શ્રીનાથ ધામ હવેલીના તત્વધાનમાં વલ્લભકુલ ભુષણ વૈષ્ણવાચાર્ય વૃજરાજકુમારજી મહોદયના આશીર્વાદથી જગદગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહારાજજીના પ45 માં પ્રાર્દુભાવ ઉત્સવ નીમીતે ‘શાંતિવન પરમ’ અંબિકા ટાઉનશીપથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને કસ્તુરી ચોક, અંબે મંદિર, મોદી સ્કુલ, વી.વાય.ઓ. રોડ શ્રીનાથ ધામ હવેલી ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ થઇ હતી.
મહાપ્રભુજીની નગરયાત્રામાંં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી.વાય.ઓ. ના માર્ગદર્શનથી શ્રીનાથ ધામ હવેલીમાં ઠાકોરજીના સુબાર્વે ફુલ બંગલાનો મનોરથ યોજાયો હતો. આ પ્રસંગે વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ નગરયાત્રા કરી હતી. ગોવર્ધન ગૌશાળામાં ગાયોનું પુજન તથા ગાયોને લાડવા, લીલુ ઘાસ, ખોળ અને ગોળ અને ગોવાળો અને વિકલાંગ બાળકોને પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમાં બહુ મોટી સંખયામાં વૈષ્ણવાચાર્યો ભાવિકો જોડાયા હતા.