- બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે બગદાણામાં ઉમટ્યું માનવ મહેરામણ
- ભાવિકોએ અનુભવ્યો બાપાની ચેતનાનો સંચાર
- હજારો ભક્તોએ બાપાના ચરણ પાદુકાની કરી પૂજા
- ઢોલ નગારા ડીજે ધૂન કીર્તન સાથે યોજાઈ નગર યાત્રા
સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં લાખો ભાવિકોની આસ્થાના પ્રતીક બજરંગદાસ બાપાની આજે પુણ્યતિથિની દેશભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે બગદાણામાં માનવ મહેરામણ’બાપા ’ ને અંજલી આપવા ઉમટી પડ્યું હતું.
બજરંગદાસ બાપા એ એ બગદાણામાં 1951માં આશ્રમની સ્થાપના કરી હતી 1962 અને 1964 માં ચીન અને પાકિસ્તાનના યુદ્ધ વખતે બાપાએ આશ્રમની હરાજી કરીને લશ્કર ને મદદ કરી હતી.
બજરંગદાસ બાપા નું જન્મ સ્થળ ક્યાં છે
બજરંગદાસ બાપા નો જન્મ 1906 માં થયો હતો બાપા ના ઇતિહાસ વિશે સૌ જાણે છે પરંતુ ખૂબ જ ઓછા લોકોને એ વાતની ખબર છે કે બજરંગદાસ બાપા નું જન્મ સ્થળ ક્યાં છે? બગદાણા એ બજરંગદાસ બાપુની કર્મભૂમિ છે, તે લાખણકા રહેતા હતા, તેમનો જન્મ ભાવનગરથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલી હનુમાનજીની પૌરાણિક જગ્યા નજીક થયો હતો બજરંગદાસ બાપુ ના માતાનું નામ શિવકુવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું હરિદાસજી વલભીપુરના લાખણકા ગામના વતની હતા ,બજરંગદાસ બાપા ના માતા નું પિયર માલપર છે એ જમાનામાં પાકા રસ્તાની સગવડ ન હતી,.
માતાને પ્રસુતિની પીડા ઉપડતા ઝાંઝરીયા હનુમાન મંદિરે લવાયા હતા, અને ત્યાં જ બજરંગદાસ બાપા નો જન્મ થયો હતો. આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે…
બજરંગદાસ બાપાની જન્મભૂમિ બનેલ ઝાંઝરીયા હનુમાન મંદિર પૌરાણિક અને 700/800 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે આજે આ સ્થળ બજરંગદાસ બાપાની જન્મભૂમિ તરીકે પૂજાય છે બાપા 1941માં બગદાણા આવ્યા 1951માં આશ્રમની સ્થાપના કરી 1959માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું 1960માં ભૂદાન હવન કર્યું 62માં હરાજી કરીને ભારત યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી 65 માં ફરીથી આશ્રમની હરાજી કરીને યુદ્ધ વખતે દેશને મદદ કરી1971માં પણ આશ્રમની હરાજી કરીને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી હતી.
આજે બજરંગદાસ બાપાની પુણ્યતિથિએ બગદાણામાં સવારથી જ માનવ મેદની ઊંમટી રહી છે બગદાણામાં દૂર દૂરથી ચાહકો ની સરવાની ચાલુ જ છે બાપા ની તરણ પાદુકા ન ખોટાની પૂજા કરીઅ લાખો એ દર્શન સાથે યાત્રા નો લાભ લીધો હતો બાપાના પ્રસાદથી લાખો ભાવિકો તૃપ્ત થયા હતા. બગદાણામાં સતત બાપાનો જય ઘોષ થઈ રહ્યો છે