પુજાવિધી માટે ટ્રસ્ટની વેબસાઇટ પર નામ નોંધાવી શકાશે: મંદિર રોશનીથી ઝળહળ્યું

અબતક, અતુલ કોટેચા, વેરાવળ

દિવાળીના પવિત્ર દિવસોમાં દેવદર્શન, પૂજા અર્ચન, દાન આપવાનું અનેરું મહાત્મ્ય છે. લોકો તીર્થધામોમાં દર્શન પૂજા સાથે જતા હોય છે. શ્રી સોમનાથ પ્રથમ જયોતિલિંગ તીર્થધામમાં પધારતા ભાવિકોને દર્શન પૂજા વિધીનો લાભ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ગઇકાલે વદ અગિયારસ થી પ વેમ્બર અથાત નૂતન વર્ષ સુધી ગર્ભગૃહમાં અલગ અલગ દ્રવ્યોથી રંગોળી કરવામાં આવશે. આજથી દિવાળી સુધી મંદિરમાં રંગોળી તથા દિવડાથી સુશોભન  તેમજ વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. કાલે માસિક શિવરાત્રી શ્રી સોમનાથ મંદિર રાત્રિના 12.30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. રાત્રિના જયોતપૂજન, મહાપુજા તથા વિશેષ આરતી કરવામાં આવશે. દિવાળીના દિવસે સાંજે 4.30 વાગ્યે ઓનલાઇન ઝુમ એપના માઘ્યમથી લક્ષ્મીપુજન તથા ચોપડા પુજન કરાવવામાં આવશે. પૂજાવિધી ટ્રસ્ટની વેબસાઇટ પરથી નોંધાવી શકાશે. ટ્રસ્ટના અતિથિગૃહો પણ રોશનીથી તથા રંગોળીથી સુશોભ્તિ કરવામાં આવશે. યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા મંદિરમાં પ્રસાદીના વધારાના કાઉન્ટરો તથા વધારાના માણસોની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. શ્રછી સોમનાથ મંદિરમાં ઓનલાઇન પૂજા વિધી તેમજ ઓનલાઇન રૂમ બુકિંગ માટે ટ્રસ્ટની વેબસાઇટ ૂૂૂ તજ્ઞળક્ષફવિં.જ્ઞલિપરથી વ્યવસ્થા છે.તહેવારના દિવસો દરમ્યાન યાત્રિકો દ્વારા પણ ફરજ પરના પોલીસ, એસ.આર.પી. કિસયોરીટી ગાર્ડ તેમજ મંદિરના કર્મચારીઓને યોગ્ય સાથ સહકાર વ્યવસ્થાના ભાગરુપે આપવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે. સાથે કોવિડ-19 ની ગાઇડલાઇનનું પણ પાલન કરવું છે. શ્રી સોમનાથ પ્રથમ જયોતિલિંગ તીર્થધામમાં શ્રી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટના અન્ય મંદિરોમાં પણ આપ પૂજાવિધી કરાવી શકો તે માટેની વ્યવસ્થા છે. તેમન નવનિર્મિત વોક-વે, ટેમ્પલ મ્યુઝીયમ તથા શ્રી સોમનાથ મંદિરના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો યાત્રિકોની ભીડને ઘ્યાનમાં રાખી રોજ બે શો યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.