મેયર ડો. પ્રદિપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પુસ્કર પટેલ, કોર્પોરેટરોની ઉપસ્થિતિ
પાટીદાર ચોક નજીક પાટીદાર પેન્ટર ગાર્ડનમાં પાસુંબિયા પરિવાર દ્વારા તેમજ પાટીદાર પેન્ટર ગ્રુપના સહયોગથી તા . 18 થી 22 દરમિયાન ભવ્યાતિભવ્ય શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરાયું છે. પોથીયાત્રા શહેર ભાજપના પદાધિકારીઓ તેમજ પાટીદાર ચોકના રહીશો હર્ષોલ્લાસ સાથે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી . પોથીયાત્રા દરમિયાન પાટીદારોનો કૃષ્ણ પ્રત્યનો પ્રેમ ઉડીને આંખે વળગે તેવો જણાઈ આવતો હતો.
જેના શબ્દે શબ્દે જ્ઞાન ભક્તિ કરૂણાનો પ્રવાહ વહે છે એવા પ્રજ્ઞા પુત્રી રશ્મીબેન પટેલ (ડભોઈવાળા) દ્રારા આ શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. દરમિયાન દરરોજ રાત્રે 8:45 થી 11:30 સુધી રાધારાણીની જન્મભૂમી બરસાના રાધા લીલા મંડળ દ્વારા દરરોજ રાત્રે કૃષ્ણલીલા પોતાના સુમધુર સંગીતના સથવારે એક અલગ વેશભૂષામાં પોતાની કથા રજૂ કરશે.
કથા પૂર્ણાહુતિના દિવસે ગાયત્રી મહાયસનું આયોજન છે. સંચાલન ગાયત્રી શક્તિપીઠ રાજ્કોટ દ્વારા કરવામાં આવશે . પોથીયાત્રામાં સામેલ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનું સન્માન પાટીદાર પેન્થર ગ્રુપના ઉપપ્રમુખ આર સી.ટેલ દ્વારા તેમજ પાટીદાર પેન્થર ગ્રુપના પ્રમુખ કૌશિકભાઈ ગોવાણી દ્રારા ફૂલહાર દ્રારા શહેરના મેયર પ્રદીપભાઈ ડવનું સન્માન તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલનું સન્માન પાટીદાર પેન્થર ગ્રૂપના ટ્રસ્ટી જગદીશભાઈ પરસાણીયા દ્રારા કરવામાં આવ્યું હતું.
પોથીયાત્રામાં વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા , આશાબેન ઉપાધ્યાય , દક્ષાબેન વસાણી , તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ ભાઈ પૂજારા , વોર્ડ નંબર 9 ના હોદેદારો પ્રદીપભાઈ નિર્મળ, હિરેનભાઈ સાપરિયા , વિરેન્દ્રભાઈ ભટ્ટ જાગૃતિબેન ભાણવડીયા , સંજયભાઈ ભાલોડીયા કુલદીપસિંહ જાડેજા , મનીષાબેન માકડિયા તેમજ જયસુખભાઈ કાયરોટિયા એ હર્ષોલ્લાસ સાથે હાજરી આપી હતી.
કથાને સફળ બનાવવા માટે પાટીદાર પેન્થર ગ્રુપના કૌશિકભાઈ ગોવાણી , આર.સી. પટેલ , બાબુભાઈ ટીલવા , વલ્લભભાઈ ભીમાણી , જગદીશભાઈ પરસાણીયા , જાદવજીભાઈ કનેરિયા , ધરમશીભાઈ કાનાણી , ગોપાલભાઈ કાસુન્દ્રા , રાજુભાઈ કાલરીયા , રજનીભાઈ પડસુંબીયા, પાવનભાઈ સાવલિયા તેમજ પાટીદાર ચોકના રહેવાસીઓ હર્ષપૂર્વક જહેમત ઉઠાવી રહ્યા છે.