દિવસમાં ત્રણ વખત માતાજીને સાડીનો અવનવો શણગાર કરાઈ છે શ્રદ્ધાળુઓ ઠેર-ઠેરથી અહીં માનતા પુરી કરવા આવે છે: ૯૦ વર્ષથી મંદિર પરિસરમાં યોજાઈ છે પ્રાચીન ગરબી

સ્વારર્થ જગ સારો પધારો ભણશે પ્રથી

પણ માં તારો તુકારો કયાંય ન મળે કાગડા

અર્થાત હે મા…આખુ જગત એ તો અમારા સ્વાર્થના સગા છે

ભાઈ, બહેન, દિકરા, પત્નિ, કુટુંબ એ બધા કાંઈકને કાંઈક

સ્વાર્થથી આપણી આરતી ભલે ઉતારે

પણ એના હૈયાના હીર નથી

એમાં આભાની ઓળખ નથી

ત્યારે આખા જગતમાં હે જનની હે માતા…

તારો તુકારો એતો જીવન આપનાર છે

અને એ તુકારા…ના શબ્દોમાં, સીવાય કોઈના મોઢે સાંભળવા મળે તેમ નથી એ તુકારાના શબ્દોમાં સિવાયમાં મોઢે

ત્યારે સહુની આશા પુરી કરે તે માં આશાપુરા

તમે ઈષ્યમાં નિહાળી રહ્યા છો, રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલ આશાપુરા માતાજીનું મંદિર

આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો રાજકોટના પેલેસ રોડ ઉપર રાજકોટના રાજવી પરીવારના કુળદેવી ર્માં, માં આશાપુરા માતાજી, રાજવી પરીવારના પેલેસની સામે બિરાજે છે.

આશાપુરા માતાજીના મંદિરની સ્થાપના ૧૯૩૫ અષાઢ સુદ આઠમના રોજ રાજકોટના તત્કાલીન રાજવી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબે કરી હતી. આ મંદિરની પુજા રાજકોટના રાજવીએ નિયુકત કરેલા પરિવાર થકી વંશ પરંપરાગત રીતે ચાર પેઢીથી કરવામાં આવે છે. આજે આ પરિવારની ચોથી પેઢીના પુજારી ભરતભાઈ ભટ્ટ નિયમિત રીતે માતાજીની પુજા અને આરતી કરાવે છે. જેમ આપણા ધર્મ માં લક્ષ્મીજીનો શુક્રવાર, સાંઈબાબાનો ગુ‚વાર, હનુમાનજીનો શનિવાર મહત્વનો હોય છે તેવી રીતે માં આશાપુરાના મંગળવારનું અને‚ મહત્વ હોય છે.મંદિરમાં નિયમિત રીતે માતાજીને શણગાર કરવામાં આવે છે. આખા દિવસમાં ત્રણ વખત સાડીનો શણગાર કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માતાજીના શણગાર માટે માનતા પણ માને છે અને માતાજીના શણગારથી માતાજીની માનતા પુરી કરવા માટે શ્રદ્ધાળુઓનો વારો દોઢ વર્ષે આવે છે. કહેવાય છે ને કે શ્રદ્ધાનાં વિષયમાં પુરાવાની જ‚ર નથી ત્યારે આ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે આજુબાજુના ગામથી વૈશાખ મહિનાના પ્રખર તાપમાં પણ લોકો પગપાળા આવે છે અને માનતા પુરી કરે છે.

શ્રદ્ધાળુઓ પાત્રમાં ધજા, શ્રીફળ, સોપારી, ચોકલેટ, મીઠાઈ રાખીને પાત્રને માથા ઉપર મુકીને માતાજીની પ્રદક્ષિણા કરે છે. માતાજી પ્રત્યે ભકતોની એટલી અતુર શ્રદ્ધા છે કે અશકય તેમજ અઘરા કામો પણ માતાજી પુરા કરે છે. નવરાત્રી એટલે માની આરાધના અને શકિતનું પર્વ કહેવાય છે ત્યારે નવરાત્રીમાં ૯૦ વર્ષથી આ મંદિરના પરિસરમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં નાની બાળાઓ ગરબે ઘુમે છે અને માં આશાપુરા વહાલ વરસાવે છે.  આ સુંદર મજાનું પ્રાંગણ જોતા જ હૃદયમાં શાંતીનો અનુભવ થાય છે. આજ પ્રાંગણમાં કબુતરોને ચણ નાખવામાં આવે છે. સ્વેત ધવલ મંદિરના દરવાજા પ્રવેશ કરીને એટલે માતાજી યે આપણું મન હળવું કરી દીધુ હોય અને આપણા ફળોને જાણી લીધા હોય તેવું લાગે છે. મંદિરની બિલકુલ જમણી સાઈડમાં પીપળાનું વિશાળ વૃક્ષ છે. આ પીપળાને બહેનો દોરો બાંધીને સાત પ્રદક્ષિણા કરે છે તેમજ કંકુ ચોખાથી વધાવી સરસવના તેલનો આડીવાટનો દિવો કરે છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે. હે વિષ્ણુ ભગવાન અમને સદા સુહાગન રાખજો. માં આશાપુરા સહુનું ધ્યાન રાખે છે. ક‚ણાનો સાગર છે ત્યારે કહેવાનું મન થાય

વાંજીયાના મેણા ટાળે ખોળાનો ખુંદનાર દેનારી

નિધનને ધનવાન બનાવનારી

સહુની રાખે માં આશાપુરા લાજ

દર્શન કરી મનખાને પવિત્ર કરી લો આજ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.