લોહાણા મહાજન દ્વારા સતત દાનનો ધોધની સાથે દાનનો નવો રેકર્ડે સર્જાયો: નરેશભાઇ પટેલે તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડે. કમિશનર આશિષ કુમાર તેમજ ડેપ્યુટી કમિશનર ચેતનભાઇ નંદાણીએ રામકથાનો ભકિતરસ માણ્યો

વિશ્ર્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. 29મી મે 2022 સુધી શ્રી રામનગરી ચૌધરી હાઇસ્કુલ મેદાન, રાજકોટ ખાતે અલૌકિક શ્રી રામકથાનું આયોજન દરરોજ સાંજે 4.30 થી 8.30 દરમ્યાન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વકતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ. શ્રી ભુપેન્દ્રભાઇ પંડયા પોતાની અમૃતવાણી થકી હજારો ભાવિકોને દરરોજ શ્રી રામકથાનું રસપાન કરાવી રહ્યા છે.

IMG 20220527 WA0048

રામકથાના છઠ્ઠા દિવસે રામનગરી ખાતે રામભકિતનો મહાસાગર ધુધવ્યો હોય તેવા અલૌકિક દ્રશ્યો સર્જાર્યા હતા. શ્રીરામ નામ સાથે શિસ્ત બઘ્ધ રીતે હજારો ભાવિકો ગાંડાતૂર બની ગયા હતા. હ્રદયના એક એક તાંતણ જોડીને સાચા ભાવથી હજારો શ્રોતાઓએ અનોખો કેવટ પ્રસંગ મણ્યો હતો. કેવટ પ્રસંગને નાટકીય અને આકર્ષક રૂપ આપીને રામજી, સીતાજી, લક્ષ્મણજી અને કેવટના પાત્રોને હુબહુ રજુ કરવામાં આવ્યા હતા. રામજીનું પાત્ર સિઘ્ધાર્થ પોબારૂએ સીતાજીનું પાત્ર પરીતાબેન પોબારૂ અને લક્ષ્મણનું પાત્ર દિશીત પોબારૂ તથા કેવટનું પાત્ર ધવલ કારીયાએ ભજવ્યું હતું. શ્રીરામકથામાં આ રીતે કેવટ પ્રસંગની ઉજવણી થઇ હોય તેવું પ્રથમ વખત બન્યું હોવાનું વ્યાસપીઠ ઉપરથી પૂ. ભુપેન્દ્રભાઇ પંડયાએ જણાવ્યું હતું.

રામકથાનું શ્રવણ કરવા ગઇકાલે પણ વિવિધ ક્ષેત્રોના આગેવાનો કથાકારો, ધાર્મિક અગ્રણીઓ પધાર્યા હતા. અને રામનામમાં લીન બન્યા હતા. ઉપરાંત પુ. ગુરુજીના આશીર્વાદ લઇને પવિત્ર આરતીનો પણ લાભ લીધો હતો. ખોડલધામના નરેશભાઇ પટેલ, દાઉદી વ્હોરા સમાજના અગ્રણી યુસુફઅલીભાઇ, શાકીરભાઇ તેમજ જૈન સમાજના અગ્રણીઓ ચંદ્રકાન્તભાઇ શેઠ, જીતુભાઇ ભાજપ અગ્રણી , જશુમતિબેન કોરાટ તેમજ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, ડે. કમિશ્નર આશિષ કુમાર, ડે. કમીશ્નર ચેતનભાઇ નંદાણી, નીતીનભાઇ નથવાણી, વગેરે મહાનુભાવોએ રામકથાનો લ્હાવો લીધો હતો.

IMG 20220527 WA0045

દરરોજ કથાવિરામ બાદ અલગ અલગ મેનુંં સાથે હજારો લોકો પ્રસાદ લેતા હોય ગઇકાલે પણ હૈયે હૈયુ  દળાય તેવી ચિકકાર મેદની ઉમટી પડી હતી. દરેક ભાવિકોએ શિસ્તબઘ્ધ રીતે ધાર્મિક પવિત્ર વાતાવરણમાં ‘હરીહર’ કર્યુ હતુઁ. પ્રસાદ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જુનાગઢના સુપ્રસિઘ્ધ વકતા રાધાબેન મહેતાએ રઘુવંશ ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું.

દેશ-વિદેશથી અને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ઐતિહાસિક શ્રી રામકથાનું રસપાન કરવા આવતા સેકડો રામભકતો શ્રી રામનગરી ખાતે કોર્પોરેટર ટચ સાથેની અપ ટુ ડેટ વ્યવસ્થા જોઇને રીતસર આફરીન પોકારી ઉઠયા હતા. આ કોઇ અસામાન્ય, અલૌકિક કાર્યની ભારોભાર સરાહના કરી રહ્યા છે. દાતાઓ દ્વારા સતત દાનનો ધોધ વરસી રહ્યો છે. અને રોજેરોજ દાનના નવા રેકર્ડસ સજાઇ રહ્યા છે. રામકથામાં થતું દાન ભવિષ્યમાં જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યોમાં અને જ્ઞાતિના ઉત્કર્ષના કાર્યોમાં અને જ્ઞાતિના સર્વાગી વિકાસ કાર્યોમાં ઉપયોગમાં લેવાશે. તેવું રાજકોટ લોહાણા મહાજનના પ્રફુલભાઇ રાજુભાઇ પોબારુએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.