સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું ચૂસ્ત પાલન
ચોટીલાના જગપ્રસિધ્ધ માતા ચામુંડાના ડુંગર ઉપર મંદીરના દ્વાર સોમવારથી ખુલતા માઇ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી હતી.જો કે ચુસ્ત નિયમો ના પાલન સાથે જ માડી ના દર્શન થઇ શકશે.
ચોટીલા ના ચામુંડા માતાજી માં લાખો લોકો અપાર શ્રધ્ધા ધરાવે છે પણ કોરોના ના ખોફ ના કારણે સરકાર ના આદેશ મુજબ છેલ્લા અઢી મહીના થી વધુ સમય થી મંદીર દર્શનાર્થીઓ માટે બંધ કરવામા આવેલ.પરંતુ સોશ્યલ મીડીયા દ્વારા માતા ના પાવન દર્શન નો લહાવો માઇ ભક્તો ને મળતો રહેતો હતો.
જ્યારે કેન્દ્ર સરકાર ની ગાઇડ લાઇન ના સંપૂર્ણ પાલન સાથે સોમવાર થી મંદીર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.સવાર ના ૬:૩૦ થી સાંજ ના ૬:૩૦ સુધી ભક્તો દર્શન કરી શકશે.જ્યારે બપોરે એક કલાક નો સમય સેનેટાઇઝ કરવામાં આવશે.
ભક્તો નું થર્મલ સ્કેનીંગ થશે અને બીમારી ના લક્ષણો ધરાવતી વ્યક્તિઓ તેમ જ ૬૫ વર્ષ ઉપરના વૃધ્ધો , ગર્ભવતી મહીલાઓ અને ૧૦ વર્ષ સુધીના બાળકો ને પ્રવેશ નહીં અપાય.
ગર્ભદ્વાર માં ચામુંડા માતા ની પાવન મૂર્તિ સામે પારદર્શક કાચ મુકવામાં આવ્યો છે.જ્યારે ભક્તો એ ૮૦ ફુટની સેનેટાઇઝ ટનલ માં થી અને દોરેલાવગોળ વર્તુળ માં થી જ પસર થવાનુ રહેશે. તેવી જ રીતે માતાજી ને શ્રીફળ ચુંદડી સહિત નો પ્રસાદ નહીં ધરી શકાય.ભક્તો એ પોતાના ચપ્પલ બુટ અન્ય સામાન બની શકે તો પોતાના વાહન માં જ મુકી આવવાનો રહેશે.આરતી સમયે પણ મંદીર ના પુજારી અને જરૂરી સ્ટાફની જ હાજરી રહેશે.