કેવડાવાડી-૨માં આવેલાં મહાલક્ષ્મી માંના મંદિરે શાંતિની અનુભૂતિ કરતા ભાવિકો
મટકીફોડન, નવરાત્રી, શરદપૂનમ સહિતના ઉૅત્સવો ઉપરાંત શ્રાવણમાસના બીજા રવિવારે વર્ણાંગી નીકળે છે
રાજકોટ શહેરનો દિવસ-રાત ધમધમતો વિસ્તાર કેવડાવાડી-૨માં આવેલું મહાલક્ષ્મી માંનું મંદિર અતિ ભવ્ય અને મનને શાંતિ અપાવતુ મંદિર છે મંદિરના મુખ્ય દ્વારાથી પ્રવેશ કરીએ એટલે વિષ્ણુપ્રિય મહાલક્ષ્મી માતાજીના દર્શન થાય છે. મુખ્ય મંદિરની બાજુમાં નર્મદેશ્ર્વર માતાજીના દર્શન થાય છે. મુખ્ય મંદિરની બાજુમાં નર્મદેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે તો શીતળામાંના દર્શન કરી ભકતો ધન્યતા અનુભવે છે.
મંદિરના પટાંગણમાં ભવ્ય શિવલીંગના પણ ભકતો દર્શન કરે છે આ મંદિર ૭૦ વર્ષ જુનુ છે. અતિ સુંદર અને અલૌકિક મંદિરના દર્શન કરવાની તન-મનને શાંીત મળે છે. દિવાળીના સમયના મહાલક્ષ્મી પુજાનુ આયોજન કરવામાં આવે છે તો પુરૂષોતમ માસમા પુરૂષોતમ ભગવાનની પુજા થાય છે. સાથે સાથે મટકીફોડ, શરદપુનમ, નવરાત્રી, જેવા તહેવારો ઉજવાય છે, સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે.
પવિત્ર શ્રાવણ માસના બીજા રવિવારે વર્ણાગી, પાલાવી નીકળે છે. ભગવાનના ફૂલેકામાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. મંદિરમાં મહાલક્ષ્મી માતાજીનું અલૌક્કિ સ્વરૂપ નિહાળી ભકતો અતિઆનંદની અનુભુતિ કરે છે.