ચોવટીયા પરિવાર આયોજીત ભાગવત સપ્તાહમાં

સાંજે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાદ અને સંતવાણીનું આયોજન

વ્યાસપીઠ પર બીરાજી સંગીત સહ કથામૃત રસાસ્વાદનો લ્હાવો શાસ્ત્રી ભરતભાઈ મહેતાના કંઠે

ગોંડલ તાલુકાના માંડણ કુંડલા ગામે સમસ્ત ચોવટીયા પરિવાર દ્વારા સુરાપુરા વીરબાપાના પાવન સાનિધ્યમાં સમસ્ત પિતૃઓના મોક્ષાથરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ ઉપર બિરાજી શાસ્ત્રી ભરતભાઈ મહેતા સંગીત સહ કથામૃતનું રસાસ્વાદ કરાવી રહ્યાં છે અને હજ્જારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કથા ભગીરથમાં સ્નાન અને પાન કરી રહ્યાં છે. જેમાં કૃષ્ણ જન્મ, રામ જન્મ અને નંદોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે ગઈકાલે ગોવર્ધન લીલા અને ડાક-ડમરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 5ચોવટીયા પરિવારના સુંદર મજાના આયોજનમાં નાના-મોટા સૌ કોઈ સહભાગી બની કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. કથા દરમિયાન દરરોજ બપોરે મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા અને દરેક લોકો આ કાર્યક્રમનો લ્હાવો લઈ શકે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સાતેય દિવસ દરમિયાન રાત્રીના રાસ-ગરબા, ભજન, કિર્તન, સંતવાણી જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું લાઈવ ટેલીકાસ્ટ ‘અબતક’ ચેનલ, અને ‘અબતક’ ડિજીટલના માધ્યમથી થઈ રહ્યું છે.4 9

કથાની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ ૮ને શનિવાર આવતીકાલે થનાર છે ત્યારે આજે વૃક્ષમણી વિવાહ અને સંતવાણીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. માંડણ કુંડલાની પાવન ભૂમિ ઉપર આયોજીત ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં હજ્જારોની સંખ્યામાં ભાવિકો લ્હાવો લઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.