‘અબતક’ની મુલાકાતમાં આગેવાનોએ કાર્યક્રમની આપી “સરસ” રૂપરેખા
વિશ્વપ્રસિદ્ધમાં ચામુંડાધામ ચોટીલા ડુંગરની પરિક્રમા નું બીજું આયોજન કરવામાં આવ્યું છે ધર્મજાગરણ સમિતિ દ્વારા આયોજિત આ પરિક્રમા અંગેની વિગતો આપતા રઅબ તક’ની મુલાકાતે આવેલા આયોજકો મહેશભાઈ મિયાત્રા બટેશ્વર નાથ મિશ્રા પ્રવીણભાઈ મુકેશભાઈ અને મનસુખભાઈએ સમગ્ર આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે કોરોનાના અંતરાલ બાદ બીજી ચોટીલા ડુંગર પરિક્રમા ના આયોજનની તડા માર તૈયારીઓ ચાલી રહી છે ભાવિકોમાં પણ યાત્રા ને લઈને ભારે ઉત્સાહ પ્રવૃતિ રહ્યો છે.હિન્દુ સનાતન ધર્મનું નવું વર્ષ ચૈત્ર સુદ એકમથી શરુ થતાં ચૈત્રી નવરાત્રીનાદિવસોમાં મા જગદંબાની આરાધનાના દિવસો શરુ થતાં હોય છે.
ધર્મ જાગરણ સમન્વય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર6-3 ને રવિવારે ચોટીલા તળેટીમાં આવેલ નવગ્રહ મંદિરથી સવારે 8.30 કલાકે શરુ થશે. સંતો મહંતો દ્વારા ધર્મસભા ત્યારબાદ ઘ્વજા અર્પણ કરી પરિક્રમાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પરિક્રમામાં વધુમાં વધુ લોકોને જોડાવા સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક દેવેન્દ્રભાઇ દવે દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો બહોળી માત્રામાં જોડાઇ શકે તે માટે વિવિધ ગામ અને વિસ્તારોની સોસાયટીઓ, સંસ્થાઓ, મંદિરો સંસ્થાઓમાં રુબરુ સંપર્ક કરી પત્રિકાઓ આપી અને બેનર લાગવી આમંત્રણ આપવામાં આવેલ છે. રાજકોટના માઇ ભકતોની સમિતી વતી મહેશભાઇ મિયાત્રા, વિનોદભાઇ ચોટલીયા, આશિષભાઇ જાવીયા, દિપકભાઇ નસીત, બટેસ્વર નાથ મિશ્રા, પ્રવિણભાઇ મનસુખભાઇ મુકેશભાઇ, રાગેશભાઇ, રમેશભાઇ શિંગાળાએ પરિક્રમામાં જોડાવવા અપીલ કરેલ છે. સંસ્થા દ્વારા ચોટીલા સુધી વાહનની વ્યવસ્થા પણ કરી છે.