ધાર્મીક સામાજીક સેવાકાર્ય સાથે ઉજવાતો મહોત્સવ ભાવિકો ભાવ વિભોર
સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે રોજ સવારે 8.30 અને સાંજે 7.45 એ રાજકોટના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ મિત્રો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે. રોજબરોજ અવનવી થીમ સાથે સુંદર લાઈટીંગ ના સથવારે અલૌકિક દર્શન સર્વેશ્વર ચોક , યાજ્ઞિક રોડ ના પંડાલમાં થાય
રાજકોટની સ્કુલના બાળકોને પણ દર્શન આરતી નો લાભ મળી રહે તે માટે સવારે આમંત્રીત કરવામાં આવે છે. 75 – 55 ના વિશાળ ડોમમાં સુંદર સજાવટ સાથે અલગ અલગ થીમ પણ રાજકોટના તમામ નગ2 જનોને દુર્લભ કહી શકાય તેવા અલૌકિક દર્શન કરાવવામા આવે છે . તેમની સાથો સાથ પંડાલમાં 13 ફુટ ઉંચી મહાદેવની મુર્તિ એ પણ ખુબજ આકર્ષણ જમાવ્યું છે.
રાજકોટના અનાથાશ્રમના બાળકો તેમજ વૃધ્ધાશ્રમના ભાઈઓ બહેનોને પણ આમંત્રીત કરવામાં આવ્યાં છે. જેમને આવવા જવા માટે બસ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . સાથો સાથ રાત્રે 8.30 કલાકે તેમને ગણપતિ મહોત્સવ પંડાલમાં ભોજન કરાવવામાં આવ્યું હતું.
આજની મહાઆરતીમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પુજારા ટેલીકોમના યોગેશભાઈ પુજારા કોર્પોરેટર જયમીનભાઈ ઠાકર દેવાંગભાઈ માંકડ એ આ મહાઆરતીનો લાભ લઈ ભાવ વિભોર થયા હતાં . રાજકોટના અનાથઆશ્રમ તથા દિવ્યાંગ બાળકો ને સાંજે આરતી મહાપ્રસાદ દરેક બાળકોને ગીફટ આપવામાં આવી હતી.
સાથે સાથે સર્વેશ્વર ગણપતિ મહોત્સવ ના પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવીકોએ બ્લડ ડોનેશન કરેલ અને 160 જેટલી બોટલો એકત્રીત થયેલ છે.
રાજકોટમાં સૌ આ વિશાલ ગુલપતિ પંડાલમાં આ સુંદર મહેલ જેવી કૃતિ માં બિરાજતા દુંદાાળા દેવમાં સર્વે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો . અત્યાર સુધીમાં માત્ર 1,20,000 ભાવિકો એ આ પંડાલની મુલાકાત લઈ આ દિવ્ય દર્શન જોઈને મંત્ર મુગ્ધ થયા હતા.
આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ કેતનભાઈ શાપરીયા , જતીનભાઈ માનસતા , અલીનભાઈ કારીયાણી , િંહતેષભાઈ મહેતા , વિપુલ ગોહેલ બ્રીજેશભાઈ નંદાણી , જીતુભાઇ ભરવાડ , સુધીરસિંહ જાડેજા , પુષ્પરાજભાઈ , અનીલભાઈ તન્ના લાલાભાઈ મીર, હિતેષ જેઠવા, વીપુલ ઠકર, રાજભા પરમાર, જયેશભાઈ જોશી, હેમેન્દ્રભાઈ વાઢેર, રાજુભાઈ જાની, દિલીપસિંહ જાડેજા, અમીત ચાવડા, પરીનભાઈ હરીશ અંજાર, કુમારભાઈ ગુલાબસિંહ જાડેજા, રાજુ કીકાણી સાથે તમામ ટ્રસ્ટી કમીટીમેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.